શોધખોળ કરો
મોહમ્મદ શમી આત્મહત્યા કરવાનો હતો! ફાઇનલ પહેલાં મિત્રએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીને લઈને એક અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી છે.
જાણવા મળ્યું છે કે શમી એક સમયે આત્મહત્યા કરવા માટે ગંભીર હતા અને પોતાના ઘરની બાલ્કનીમાંથી કૂદીને જીવન ટૂંકાવવા માંગતા હતા. આ ઘટસ્ફોટ શમીના એક નજીકના મિત્ર દ્વારા કરવામાં આવ્યો છે, જેનાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
1/6

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા રવિવારે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે, જ્યાં શમી ભારતીય બોલિંગ આક્રમણનું મહત્વનું હથિયાર હશે.
2/6

આ ટુર્નામેન્ટમાં શમીએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને 8 વિકેટ ઝડપી છે. પરંતુ ફાઇનલ મેચ પહેલાં સામે આવેલા આ સમાચારથી ક્રિકેટ ચાહકો અને ટીમ ઈન્ડિયાના સપોર્ટરો ચિંતામાં મુકાઈ ગયા છે.
Published at : 07 Mar 2025 07:14 PM (IST)
આગળ જુઓ




















