શોધખોળ કરો
આ 7 સીટર કાર ભારતમાં 2021માં થઈ શકે છે લોન્ચ, જાણો કેવા હશે ફિચર્સ
1/5

Tata Gravitas: ટાટા મોટર્સની આ કાર હેરિયર એસયુવીનું મોટું વેરિયન્ટ છે. જે 7 સીટર એસયુવી કાર છે. તે હેરિયરના ઓમેગા પ્લેટફોર્મ પર આધારિત છે. નવી ગ્રેવિટાસ ડોનર મોડલની તુલનાએ 63 મિમી લાંબી અને 80 મિની ઉંચી છે. તેમાં 2.0 લીટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન હશે. જે 168 PSનો મેક્સિમમ પાવર અને 350 Nmનો પીક ટોર્ક જનરેટ કરશે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી લેસ હશે. ગ્રેવિટાસ ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને લાઇટ અપહોલ્સ્ટ્રી શેડની સાથે અનેક આધુનિક ફિચર્સ સાથે લોન્ચ થવાની આશા છે.
2/5

2021ના આગમનને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ઓટો ઈન્ડસ્ટ્રીને આગામી વર્ષ શાનદાર રહેવાની આશા છે. આગામી વર્ષે અનેક 7 સીટર કાર લોન્ચ થઈ શકે છે. લેટેસ્ટ ફીચર્સ સાથે આ સુપર એસયુવી કાર 7 સીટરથી લેસ હશે.
Published at :
આગળ જુઓ




















