શોધખોળ કરો
ગુજરાતના 29 પોલીસને રાષ્ટ્રપતિ એવોર્ડ, જાણો કોને-કોને મળ્યો એવોર્ડ
1/6

હાલ અમદાવાદમાં ગૃહ મંત્રાલયમાં ડીવાયએસપી તરીકે ફરજ અદા કરતા હિમાંશુ અમૃતલાલ સુતરિયાની પણ પ્રશંસનીય કામગીરી બદલ ઇન્ડિયન પોલીસ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. પોલીસ દળમાં સારી કામગીરી અદા કરનારા ચુનંદા પોલીસકર્મીઓને આ ઇન્ડિયન પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવતા હોય છે.
2/6

સુરત શહેરના હે.કો. ઈમ્તિયાઝ હુસેન એફમનસુરી, મોરબીના હે.કો.ફારૃકભાઈ યાકુબભાઈ પટેલ, અમદાવાદ શહેરના હે.કો.ગુલાબજી ધુળાજી પનુચા, બનાસકાંઠાના હે.કો.મુકેશભાઈ ડાહયાલાલ દરજી, એસઆરપી જુથ-9 વડોદરાના કોન્સ્ટેબલ પ્રવિણકુમાર સી.લીંબાચીયા, સીએમ સિક્યોરીટીના પીએસઓ હરેશકુમાર દત્તારામ ઈંગલે અને એસઆરપી જુથ-17 જામનગરના એએસઆઈ મહેશચંદ્ર કે ભાલારાને મેડલ જાહેર કરાયા છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ જહાએ રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર પોલીસ અધિકારી જવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી.
Published at : 15 Aug 2018 09:57 AM (IST)
Tags :
Gujarat PoliceView More





















