શોધખોળ કરો
નવરાત્રિના ત્રીજા નોરતે કિર્તીદાન ગઢવીના ઘરે પુત્રનો થયો જન્મ, જુઓ આ રહી તસવીરો
1/4

પુત્ર પ્રાપ્તિનો હરખ ર્કિતીદાન ગઢવીએ પોતાના ફેસબુક પેજ પર શેર કરતા લખ્યુ કે, ‘તું છો તરણ અને તારણ વળી વંશ ને વધારણ, જય માતાજી..જય મોગલ...’ત્રીજા નોરતાના પવિત્ર દિવસે મારા ઘરે પુત્રનો જન્મ થયો છે જેથી અમારા પરિવારમાં ખુશીનો માહોલ છે. આ પોસ્ટ સાથે ર્કિતીદાને સંતાન સાથેના ફોટોઝ પણ અપલોડ કરીને પોતાની ખુશી ફેન સાથે વ્યક્ત કરી છે.
2/4

જાણીતા ડાયરાના કલાકાર કિર્તીદાન ગઢવીના ઘરે પુત્રનો જન્મ થતાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં તેમના પુત્રના ફોટા શેર કરીને તેમના ફેન્સને જાણકારી આપી હતી. નવરાત્રીના ત્રીજા નોરતાના પવિત્ર દિવસે મારા ઘરે પુત્રનો જન્મ થયો જેથી અમારા પરિવારમાં ખુશીનો માહોલ છે.
Published at : 13 Oct 2018 10:43 AM (IST)
Tags :
Gujarati Famous SingerView More




















