ઉસ્માન કાકા જો મને ફરી જન્મ મળ્યો તો હું તમને નહીં છોડું… સોરી પ્રિયાં મને માફ કરજે મારી બેન, મમ્મી, પપ્પાની જવાબદારી હવે તારી. પ્રિયકાં તું બીજા લગ્ન કરી લેજે. ફોઈ મને માફ કરજો, જીજાજી મને માફ કરજો. પપ્પા-મમ્મીને સાચવજો. સોરી. સાચે હું સ્માઈલ કિલર છું. બધાંની હસી હું લઈ જઉં છું પણ હું મજબુર છું. મને માફ કરજો. પપ્પા તમારા જેવાં પપ્પા બધાંને મળે પણ મારા જેવો છોકરો કોઈને ના આપે.
2/5
થોડા દિવસ પહેલાં જ મેં 25 હજાર અને ત્યારબાદ 20 હજાર આપ્યાં હતા, તો પણ હજુ 45 હજાર રૂપિયા માંગે છે. કોઈ કાનુન-કાયદામાં નથી કે છોકરાનું દેવું પપ્પા ચુકવે, તમે કોઈને એકપણ રૂપિયો આપતા નહીં. બધાં જ જુઠા છે, ધમકી આપે છે કે તારી સાસરીમાં ઈજ્જત કાઢી નાખીશું. એટલે આ પગલું ઉઠાવું છું.
3/5
બે વખત ઘરે બબાલ પણ કરી ચુક્યો છે અને આજે ફરી બબાલ કરી, એ વ્યાજના પૈસા માંગ-માંગ કરે છે. જ્યારે મેં તેને કેટલા પૈસા આપી ચુક્યો છું છતાં મને એ ધમકી આપ્યા કરે છે. એની પાસે મારા ચેક છે એટલે ધમકી આપે છે, જ્યારે એને મેં અત્યાર સુધી 2.5 લાખ રૂપિયા વ્યાજ આપી ચુક્યો છું.
4/5
સોરી…પપ્પા અને મમ્મી મને માફ કરજો હું કંટાળી ગયો હતો, આ જીવનથી. પ્રિયંકા મને માફ કરજે, આમાં તારો કોઈ દોષ નથી. હું પોતે આ પગલું ઉઠાવું છું, મારી રાજી ખુશીથી. ઉસ્માનભાઈ પટેલ (ઉસ્માન લોંગ) આ માણસને 2 વર્ષથી પૈસા આપીને કંટાળી ગયો છું.
5/5
વડોદરા: ગુજરાતી ફિલ્મ ‘સ્માઈલ કિલર’ના યુવા ડિરેક્ટર હિતેશ પરમારે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. યુવક પાસેથી એક સુસાઈટ નોટ પણ મળી આવી હતી. વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરી લીધો છે. સુસાઇડ નોટના જણાવ્યા પ્રમાણે ઉસ્માન નામનો શખ્સ તેને વ્યાજ માટે ત્રાસ આપતો હતો. આ અંગે વરણામા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.