અમદાવાદ: ઉપવાસના 14માં દિવસે હાર્દિક પટેલની તબિયત લથડી જતાં તેને તાબોડતોડ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સરકારને આપેલા અલ્ટિમેટમ પૂર્ણ થતાં હાર્દિકે ગુરુવાર રાતથી પાણીનો ત્યાગ કર્યો હતો બાદમાં તેને સતત ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલ લઈ જવાયો છે. હાર્દિકના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડતા પોલીસ એલર્ટ છે.
2/4
હાલ હોર્દિકને આઈસીયુ ઓન વ્હીલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો છે, જ્યાં હાર્દિક માટે આસીયુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદની સોલા સિવિલમાં સામાન્ય દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે હાર્દિકને છઠ્ઠા માળે ટ્રીટમેન્ટ આપવાની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં સમર્થકો તેની એમ્બ્યુલન્સની પાછળ સોલા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા છે.
3/4
હાર્દિક પટેલની તબિયત લથડતા ગુજરાતભરના પાટિદાર પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તેની ખાસ તકેદારી સ્વરૂપે પોલીસને સ્ટેન્ડ ટૂ રાખી દેવામાં આવી છે. વ્યવસ્થા જાળવવા માટે વધારાની પોલીસ ફોર્સને પણ સોલા સિવિલ અને આસપાસના વિસ્તારોમાં તૈનાત રાખી દેવામાં આવી છે.