શોધખોળ કરો
અમદાવાદના લો ગાર્ડન પાસેની ખાઉગલીમાં AMCએ ફેરવ્યું બુલડોઝર, જાણો કેમ

1/9

અમદાવાદ: છેલ્લા કેટલાંય દિવસથી અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે અમદાવાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે ઝુંબેશ શરૂ કરી છે. અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલી વિખ્યાત ખાઉગલી પર મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર ફેરવી દીધું છે.
2/9

વર્ષોથી અમદાવાદીઓ અહીં મોડી રાત્રે જમવા આવતા હતા અને અહીં અનેક ફુડ સ્ટોલ્સ આવેલા હતા જે બહુ જ પ્રખ્યાત હતાં. જોકે સાંજથી જ શરૂ થઈ જતી આ ખાઉગલીને કારણે અહીં ટ્રાફિકની જોરદાર સમસ્યા થતી હતી.
3/9

ખાવાના શોખીન અમદાવાદીઓમાં માણેકચોક ઉપરાંત લો ગાર્ડનની ખાઉગલી પણ ખૂબ જ જાણીતી હતી. જોકે, અહીં પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમજ રસ્તા પર જ આખી ખાઉગલી ભરાતી હતી જેના કારણે વાહનોને પસાર થવા કોઈ જગ્યા રહેતી નહોતી. સાંજે તો સ્થિતિ એવી બને છે કે અહીંથી પસાર થવું મુશ્કેલ થઈ જતું હોય છે.
4/9

અમદાવાદમાં ઠેરઠેર થતાં ગેરકાયદે પાર્કિંગને કારણે જબરજસ્ત વકરેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પોલીસ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોરદાર સક્રિય બની છે.
5/9

ટ્રાફિકમાં અડચણરૂપ બનતા દબાણને શહેરના રસ્તા પરથી હટાવાઈ રહ્યા છે, તેમજ પાર્કિંગ માટે ચાર્જ વસૂલતા મોલ્સને પણ ફ્રી પાર્કિંગ માટે ફરજ પડાઈ રહી છે.
6/9

7/9

8/9

9/9

Published at : 01 Aug 2018 12:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
