હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર મને ઘરમાંથી કાઢી મુકવા માગે છે, જેના માટે તેઓ મકાન માલિક પર દબાણ લાવી રહ્યા છે. મારા ઘરને ચારેબાજુથી પોલીસે ઘેરી લીધું છે, મને નજરકેદમાં કર્યો હોવાની સ્થિતિ ઉભી થઈ છે. જોકે હાર્દિકે 25 ઓગસ્ટના રોજ ઉપવાસ પર બેસવાનો દાવો કર્યો છે.
2/4
પાસના મુખ્ય કન્વીર હાર્દિક પટેલ 25 ઓગસ્ટના રોજ ઉપવાસ પર બેસવાના છે. જોકે હાર્દિકને ઉપવાસ કરતાં અટકાવવા માટે સરકાર ધમપછાડા કરી રહી છે. હાર્દિક પટેલે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
3/4
આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું, ઉપવાસ ઉપર બેસે હાર્દિક અને રજા અમારી કેન્સલ થાય આ ક્યાંનો ન્યાય. સ્ટેટ કંટ્રોલ રૂમના નાયબ પોલીસ અધિક્ષક જી.જી. જેસાણીએ પરિપત્ર કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રજાઓ કેન્સલ કરી દીધી છે અને રજા પર ગયેલા કર્મીઓને પરત બોલાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
4/4
અમદાવાદઃ ખેડૂતોનું દેવુ માફ કરવાની માંગણી સાથે હાર્દિક પટેલે 25 ઓગસ્ટથી અમદાવાદમાં આવેલા બોપલ ખાતે તેના ઘરે આંમરણ ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત કરી છે. જેના પગલે 23થી 25 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે.