શોધખોળ કરો
વિશ્વ ઉમિયા ધામમાં એક ચપટીમાં 51 કરોડનું દાન આપવાર પટેલ પરિવારને ઓળખો?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12130242/Unjha.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![તેમના પિતાજી નદાસા ગામે ખેતી કરતા જે તે વખતે આઝાદી પહેલા ખેતીની આવકમાંથી અભ્યાસ કરતા બાળકો માટે હોસ્ટેલ બનાવી હતી. પોતે 3 ભાઈ અને 3 બહેનો જેમાં સૌથી મોટા 96 વર્ષીય મંગળદાસભાઈ જે હાલમાં કરોડો રૂપિયા હોવા છતાં જાતે જમવાનું બનાવે છે. નારણદાદાને એક દીકરો અને 4 દીકરીઓ સંતાનમાં છે. હાલમાં તેમના પરિવારમાં 4 પેઢીઓ હયાત છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12125227/Patel7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેમના પિતાજી નદાસા ગામે ખેતી કરતા જે તે વખતે આઝાદી પહેલા ખેતીની આવકમાંથી અભ્યાસ કરતા બાળકો માટે હોસ્ટેલ બનાવી હતી. પોતે 3 ભાઈ અને 3 બહેનો જેમાં સૌથી મોટા 96 વર્ષીય મંગળદાસભાઈ જે હાલમાં કરોડો રૂપિયા હોવા છતાં જાતે જમવાનું બનાવે છે. નારણદાદાને એક દીકરો અને 4 દીકરીઓ સંતાનમાં છે. હાલમાં તેમના પરિવારમાં 4 પેઢીઓ હયાત છે.
2/7
![આજે દાદાનો પરિવાર ઇલેક્ટ્રીક મેન્યુફેક્ચરીંગના ધંધામાં મુંબઈમાં કાર્યરત છે. નારાયણદાદા 88 વર્ષની ઉંમરે પણ તેમની મુંબઈ ઓપેરા હાઉસમાં આવેલી ઓફિસે રોજ જાય છે. પોતાના ઇ-મેઇલથી લઇ પત્રો પોતે જ જવાબ આપે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12125222/Patel6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે દાદાનો પરિવાર ઇલેક્ટ્રીક મેન્યુફેક્ચરીંગના ધંધામાં મુંબઈમાં કાર્યરત છે. નારાયણદાદા 88 વર્ષની ઉંમરે પણ તેમની મુંબઈ ઓપેરા હાઉસમાં આવેલી ઓફિસે રોજ જાય છે. પોતાના ઇ-મેઇલથી લઇ પત્રો પોતે જ જવાબ આપે છે.
3/7
![પરિવારમાં પોતે 3 ભાઈ અને 3 બહેનો સાથે ઉછરેલા દાદા આજે કરોડાના આસામી હોવા છતાં પોતાનું બધું કામ જાતે જ કરે છે. સાદગીપૂર્ણ જીવનની મિસાલ સમા છે. તેમનું ગોલ્ડન સુત્ર છે ‘જાત વગરની જાત્રા નકામી’. નારાયણદાદાના પિતાજી ખેડૂત હતા પણ દાનનો મહિમા જાણતા તેથી નાનપણથી દાનના સંસ્કારો લોહીમાં હતું. આજે સમાજને 51 કરોડનું દાન કરી સંસ્કાર ઉજાગર કર્યા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12125217/Patel5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરિવારમાં પોતે 3 ભાઈ અને 3 બહેનો સાથે ઉછરેલા દાદા આજે કરોડાના આસામી હોવા છતાં પોતાનું બધું કામ જાતે જ કરે છે. સાદગીપૂર્ણ જીવનની મિસાલ સમા છે. તેમનું ગોલ્ડન સુત્ર છે ‘જાત વગરની જાત્રા નકામી’. નારાયણદાદાના પિતાજી ખેડૂત હતા પણ દાનનો મહિમા જાણતા તેથી નાનપણથી દાનના સંસ્કારો લોહીમાં હતું. આજે સમાજને 51 કરોડનું દાન કરી સંસ્કાર ઉજાગર કર્યા.
4/7
![દાદાએ યુદ્ધ અને ઈમરજન્સીના સમયમાં ભારતીય આર્મીના બોર્ડર પરના ગુપ્ત સ્થળો પર ઈલેક્ટ્રીફિકેશન કરી સેનાની મદદ કરી હતી. જેમાં પંજાબના હલવારા, મુંબઈમાં નીવી, આસામમાં સીરીગુરી અને 1962ના યુદ્ધ વખતે પુના એરફોર્સમાં કામ કરતા હતા. નારાયણદાદાએ 27 વર્ષ સુધી ભારતીય સેનાના વિવિધ કેમ્પોમાં ઇલેક્ટ્રિફિકેશનના કોન્ટ્રાક્ટ રાખ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12125213/Patel4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દાદાએ યુદ્ધ અને ઈમરજન્સીના સમયમાં ભારતીય આર્મીના બોર્ડર પરના ગુપ્ત સ્થળો પર ઈલેક્ટ્રીફિકેશન કરી સેનાની મદદ કરી હતી. જેમાં પંજાબના હલવારા, મુંબઈમાં નીવી, આસામમાં સીરીગુરી અને 1962ના યુદ્ધ વખતે પુના એરફોર્સમાં કામ કરતા હતા. નારાયણદાદાએ 27 વર્ષ સુધી ભારતીય સેનાના વિવિધ કેમ્પોમાં ઇલેક્ટ્રિફિકેશનના કોન્ટ્રાક્ટ રાખ્યા હતા.
5/7
![પરિવારનું કહેવું છે કે, તેમને ઉમિયા માતાના મંદિર માટે સાત વર્ષ પહેલા ગોરેગાવમાં જમીન દાન કરી હતી. બન્ને ભાઈઓ હરિદ્વારમાં ઉમિયા માતાના મંદિર માટે 71 લાખ રૂપિયાનું પણ દાન કર્યું હતું. શૂન્યમાંથી સર્જન કરીશું એવી આશાએ 1953માં મુંબઈ જઈ ઇલેક્ટ્રીફિકેશન કોન્ટ્રાક્ટ રાખવાની શરૂઆત કરી હતી. જોત જોતામાં દાદાએ ભારતીય આર્મીના કેમ્પમાં ઇલેક્ટ્રીફિકેશનના કોન્ટ્રાક્ટ મળ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12125208/Patel3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરિવારનું કહેવું છે કે, તેમને ઉમિયા માતાના મંદિર માટે સાત વર્ષ પહેલા ગોરેગાવમાં જમીન દાન કરી હતી. બન્ને ભાઈઓ હરિદ્વારમાં ઉમિયા માતાના મંદિર માટે 71 લાખ રૂપિયાનું પણ દાન કર્યું હતું. શૂન્યમાંથી સર્જન કરીશું એવી આશાએ 1953માં મુંબઈ જઈ ઇલેક્ટ્રીફિકેશન કોન્ટ્રાક્ટ રાખવાની શરૂઆત કરી હતી. જોત જોતામાં દાદાએ ભારતીય આર્મીના કેમ્પમાં ઇલેક્ટ્રીફિકેશનના કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
6/7
![મુંબઈમાં રહેતા પટેલ ભાઈઓએ સૌથી મોટી રકમ એટલે કે 51 કરોડ રૂપિયાનું યોગદાન કર્યું હતું. આ પટેલ ભાઈ મહેસાણાના નંદાસણ ગામના રહેવાસી છે. મંગળભાઈ (93) અને નારણભાઈ પટેલ (88) બન્ને ભાઈઓ સહિત પટેલ પરિવાર મુંબઈમાં ધંધો કરી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12125203/Patel2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈમાં રહેતા પટેલ ભાઈઓએ સૌથી મોટી રકમ એટલે કે 51 કરોડ રૂપિયાનું યોગદાન કર્યું હતું. આ પટેલ ભાઈ મહેસાણાના નંદાસણ ગામના રહેવાસી છે. મંગળભાઈ (93) અને નારણભાઈ પટેલ (88) બન્ને ભાઈઓ સહિત પટેલ પરિવાર મુંબઈમાં ધંધો કરી રહ્યા છે.
7/7
![અમદાવાદઃ'દાન કરવું તો ગામને ખબર પણ ના પડે એવી રીતે કરવું' આ શબ્દો છે અમદાવાદમાં નિર્માણધીન વિશ્વ ઉમિયાધામમાં 51 કરોડનું દાન કરનાર નારાયણભાઈ જી. પટેલના. હાલ મુંબઈમાં રહેતા 88 વર્ષીય નારયણદાદા મુળ મહેસાણાના નદાસા ગામના વતની છે. 9 ચોપડી પાસ અને ખેડૂત પાટીદાર પરિવારમાં ઉછરેલા નારાયણદાદા 23 વર્ષની ઉંમરે ધંધા માટે મુંબઈ ગયા હતા. આજે પાટીદાર સમાજના ઉત્થાન અર્થે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડપણ હેઠળ નિર્માણ પામનાર વિશ્વ ઉમિયાધામમાં મંગળભાઈ.જી.પટેલ અને નારણભાઈ.જી.પટેલ પરિવારે 51 કરોડનું દાન કર્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12125158/Patel1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ'દાન કરવું તો ગામને ખબર પણ ના પડે એવી રીતે કરવું' આ શબ્દો છે અમદાવાદમાં નિર્માણધીન વિશ્વ ઉમિયાધામમાં 51 કરોડનું દાન કરનાર નારાયણભાઈ જી. પટેલના. હાલ મુંબઈમાં રહેતા 88 વર્ષીય નારયણદાદા મુળ મહેસાણાના નદાસા ગામના વતની છે. 9 ચોપડી પાસ અને ખેડૂત પાટીદાર પરિવારમાં ઉછરેલા નારાયણદાદા 23 વર્ષની ઉંમરે ધંધા માટે મુંબઈ ગયા હતા. આજે પાટીદાર સમાજના ઉત્થાન અર્થે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડપણ હેઠળ નિર્માણ પામનાર વિશ્વ ઉમિયાધામમાં મંગળભાઈ.જી.પટેલ અને નારણભાઈ.જી.પટેલ પરિવારે 51 કરોડનું દાન કર્યું છે.
Published at : 12 Aug 2018 01:03 PM (IST)
Tags :
Umiya Templeવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)