તેજલ પરિણીત છે અને તેનો પતિ અશોક રવજીભાઈ ચુનારાવાડમાં રહે છે. તેજલ સાત વર્ષથી પતિથી અલગ કાનો ઉર્ફે વિપુલ કુકાવા સાથે ઘંટેશ્વરમાં રહે છે. તેમની સાથે સપના પણ રહે છે, જે કેટરીંગનું કામ કરે છે. કાનો બે દિવસ પૂર્વે બંને સાથે ઝઘડો કરી ઘરેથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ આ બનાવ બન્યો હતો. કાનો મેટોડામાં કારખાનામાં કામ કરે છે. તેજલને સંતાનમાં એક પુત્ર, એક પુત્રી છે અને બંને તેના પિતા સાથે રહે છે.
2/5
રાજકોટ: જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર રોડ પર આવેલા ક્વાર્ટરમાં બે યુવતીઓ પ્રેમી સાથે રહેતી હતી. દરમિયાન પ્રેમીની ગેરહાજરીમાં યુવકીની પ્રેમીકાઓ બાખડી હતી. જેમાં એક પ્રેમિકાએ અન્ય યુવતી પર કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે જાણવા જોગ દાખલ કરી છે.
3/5
એટલું જ નહીં, તેજલને સળગાવીને બાથરૂમમાં પુરી દીધી હતી. તેજલે બચવા ધમપછાડા કર્યા હતા. જોકે, સપનાએ દરવાજો ખોલ્યો નહોતો. દરમિયાન બાથરૂમની આંકળી ખૂલી જતાં તેજલ બહાર આવી હતી. આ પછી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
4/5
5/5
આ અંગેની વિગતો એવી છે કે, 25 વારિયા કવાર્ટરમાં રહેતા કાનો ઉર્ફે વિપુલ (ઉ.વ.30) નામના પ્રેમી સાથે તેજલ અશોકભાઈ પરમાર અને સપના નામની બે યુવતીઓ રહેતી હતી. રાતના સમયે સપના દારૂ પીને આવી હતી અને તેજલને ગાળો બોલવા લાગી હતી. આથી તેજલે દારૂ પીને ન આવવા જણાવતા સપના ઉશ્કેરાઇ ગઈ હતી અને તેજલ પર કેરોસીન છાંટી દીધું હતું.