આ અંગે પીડિતાની માતાએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં હવસખોર સુદામા સામે ફરિયાદ કરતાં પોલીસે બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે.
2/5
આ અંગેની વિગતો એવી છે કે, ગત 16મીની રાત્રે નવ વાગ્યે ભોગ બનનાર પાંચ વર્ષીય બાળકી તેની નાની બહેન સાથે ઘરની બહાર રમી રહી હતી. દરમિયાન નાની બહેન ઘરમાં જતાં રહ્યા પછી પાડોશમાં રહેતો 57 વર્ષીય સુદામા ચૌધરી(મૂળ ઉત્તર પ્રદેશ) પાંચ વર્ષીય બાળકીને પોતાના ઘરમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
3/5
રાડારાડ થતાં સુદામાએ પેન્ડ પેહરી લીધું હતું અને પછી દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાં જ માતા અંદર ઘૂસી ગઈ હતી અને હવસખોર સુદામાને તમાચા મારી દીધા હતા. રાતે પતિ ઘરે આવતાં મહિલાએ બધી વાત કરી હતી. દરમિયાન રાતે દીકરી રડવા લાગતા માતાએ તપાસ કરતાં પેશાબ સાથે લોહી નીકળતું હતું. જેથી બીજા દિવસે તેને ડોક્ટરને બતાવતાં તેના પર બળાત્કાર થયો હોવાનું ખૂલ્યું હતું.
4/5
રાજકોટઃ રોજકોટમાં પાંચ વર્ષની બાળકી સાથે પાડોશી આધેડે બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઈ છે. બાળકીને માતાએ આધેડને રંગેહાથ પકડી પાડતાં હોબાળો મચી ગયો હતો. આ પછી પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપી આધેડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ બળાત્કારી સામે સમગ્ર શહેરમાં ફિટકાર વરસી રહ્યો છે.
5/5
દરમિયાન આ હવસખોરને પાડોશમાં રહેતો એક યુવક જોઇ ગયો હતો અને તેણે બાળકીની માતાને આ અંગે જાણ કરતાં તે સુદામાના ઘરે દોડી ગઈ હતી અને બારીમાંથી જોતાં સુદામા તેની દીકરી સાથે દુષ્કૃત્ય કરતો હતો. આથી તેની માતાએ દેકારો કરી મુક્યો હતો અને દરવાજો ખોલવાનું કહ્યું હતું.