નીતિન પટેલે જણાવ્યું હતું કે કેંદ્ર સરકારે 31 ડિસેમ્બરે એઈમ્સની મંજૂરી આપી દિધી હતી. જેની આજે ગુજરાત સરકારે પત્રકાર પરિષદ યોજી સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.
3/3
ગાંધીનગર: અંતે એઈમ્સ રાજકોટના ફાળે આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક પત્રકાર પરિષદને સંબોધન કરી રાજકોટને એઈમ્સ મળી હોવાની જાહેરાત કરી હતી. 1250 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ એઈમ્સ રાજકોટવાસીઓને મળશે. રાજકોટના જામનગર રોડ પર આવેલા ખંઢેરીમાં એઈમ્સ બનાવવામાં આવશે.