VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
"પૌરાણિક કથા ઇતિહાસ અને આધ્યાત્મિકતાના ઊંડાણમાં પથરાયેલી નગરી અયોધ્યા, રામ મંદિરના ઉદ્ઘાટન સાથે એક મહત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં પવિત્ર સરયુ નદીના કિનારે આવેલું આ પ્રાચીન શહેર હિંદુ મહાકાવ્ય રામાયણના નાયક ભગવાન રામના જન્મસ્થળ તરીકે પૂજનીય છે. સદીઓથી અયોધ્યાનો વિકાસ થયો છે, જે પ્રાચીન કાળથી લઈને અલગ-અલગ રાજવંશો, સંસ્થાનવાદી શાસન અને સ્વતંત્ર ભારતના આધુનિક યુગ સુધી, ભારતીય ઇતિહાસના વિવિધ યુગને પ્રતિબિંબિત કરે છે. રામમંદિરએ સદીઓ જૂની આકાંક્ષાઓની પરાકાષ્ઠા છે. મંદિરનું ઉદ્ઘાટન અયોધ્યાના ઈતિહાસમાં એક નવો અધ્યાય રજૂ કરે છે."
1528: મુગલ સામ્રાજ્યના સ્થાપક બાબરે વિવાદિત સ્થળ પર મસ્જિદનું નિર્માણ કર્યું, જેને હિન્દુઓ ભગવાન રામનું જન્મસ્થળ માનતા હતા.
1853: વિવાદિત મસ્જિદવાળી જગ્યા સુધી પહોંચવા માટે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે પ્રથમ વખત સંઘર્ષ થયો
1855-1859: વિવાદિત સ્થળના નિયંત્રણને લઈને કાનૂની વિવાદ ઊભો થયો, જે એક કરાર સાથે ઉકેલાયો જેમાં હિન્દુ અને મુસ્લિમ બંનેને પ્રવેશની મંજૂરી આપવામાં આવી.
વર્ષ 1885- મહંત રઘુબીર દાસે મસ્જિદની બહાર રામ ચબૂતરા પર છત્રી બાંધવા માટે ફૈઝાબાદ જિલ્લા કોર્ટમાં અરજી કરી,પરંતુ તેને નકારી કાઢવામાં આવી.
1949: ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિઓ રહસ્યમય રીતે મસ્જિદની અંદર મૂકવામાં આવી હતી, જેના કારણે તણાવ સર્જાયો હતો અને બાદમાં મુસ્લિમોએ વિવાદિત સ્થળને તાળું મારી દીધું હતું.
1950-1959:હિન્દુ જૂથોએ પૂજા સ્થળ સુધી પહોંચવા અને જમીન પર કબજો કરવાની માંગ કરીને કોર્ટમાં કેસ દાખલ કર્યો.
1962ઃ ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડે મસ્જિદ પર માલિકીનો દાવો કર્યો
1984ઃ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ હિન્દુઓને તે જગ્યા પર પ્રતીકાત્મક પૂજા કરવાની મંજૂરી આપી, જેનાથી તણાવ વધ્યો
1985-86: વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં 'વિવાદિત' સ્થળ પર રામ મંદિરની માંગ માટે જન આંદોલન શરૂ કર્યું.
1990: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ રથ યાત્રા શરૂ કરી, પરંતુ બિહારમાં રોકવામાં આવ્યા અને ધરપકડ કરવામાં આવી.
1992: કાર સેવકોના ટોળાએ બાબરી મસ્જિદને તોડી પાડી, સમગ્ર ભારતમાં વ્યાપક કોમી હિંસા ભડકી ઉઠી.
1994: બાબરી મસ્જિદના ધ્વંસની તપાસ માટે લિબ્રહાન કમિશનની નિમણૂક કરવામાં આવી.
2002: કોમી હિંસાના પરિણામે ગુજરાતમાં હજારો હિંદુઓ અને મુસ્લિમોના મોત થયા હતા.
2002ઃ અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીન સંબંધિત તમામ મામલાની સુનાવણી કરી.
2003: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે સ્થળ પર ખોદકામ હાથ ધર્યું, જેમાં મસ્જિદની નીચે હિન્દુ સ્ટ્રક્ચરના પુરાવા મળ્યા
2010: અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચવી જોઈએ - સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાનું પ્રતિનિધિત્વ કરતી હિન્દુ મહાસભા.
2011-2019: અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી.
2019: સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો અને રામ મંદિર નિર્માણ માટે વિવાદિત જમીન ટ્રસ્ટને સોંપી દીધી. તેમજ સરકારને સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદના નિર્માણ માટે વૈકલ્પિક જમીન ફાળવવાનો નિર્દેશ આપ્યો.
2020: રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
2024: 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ધાટન થશે