શોધખોળ કરો
In Pics: અયોધ્યાના રામમંદિરમાં બીજા તબક્કાનું નિર્માણ શરૂ, ટ્રસ્ટે શેર કરી તસવીર
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ફરી એકવાર મંદિર નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. તેની તસવીરો રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.
રામમંદિરના નિર્માણનું બીજા તબક્કાનું કામ શરૂ
1/6

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ફરી એકવાર મંદિર નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. તેની તસવીરો રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.
2/6

ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી તસવીરોમાં મંદિરના એક ભાગમાં કામ થતું જોવા મળી રહ્યું છે. મંદિરની દિવાલો પર બારીક નક્કાશીનું કામ ફરી શરૂ થયું છે. મંદિર પરિસરમાં કારીગરો કામ કરતા જોઈ શકાય છે.
3/6

આ તસવીરો જાહેર કરતાં ટ્રસ્ટે લખ્યું- શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ કાર્ય. આ તસવીરોમાં મંદિરની દીવાલો પર અનેક પ્રકારની કલાકૃતિઓ દેખાઈ રહી છે જેને મશીન દ્વારા કોતરવામાં આવી રહી છે.
4/6

રામ મંદિરના પહેલા તબક્કાનું કામ ડિસેમ્બર મહિના પહેલા પૂર્ણ થઈ ગયું હતું, ત્યારબાદ 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું
5/6

મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર રામ મંદિરમાં દરરોજ એક લાખથી વધુ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે.
6/6

રામ મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં રામલલાના વિશેષ દર્શન સહિતની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે.
Published at : 15 Mar 2024 02:52 PM (IST)
આગળ જુઓ





















