શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદ: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની નવી તસવીર આવી સામે, ICC કરી શેર
આ સ્ટેડિયમને વર્ષ 1982માં બનાવવામાં આવ્યું હતું. ત્યારે હવે આ સરદાર પટેલ સ્ટેડિયમ 1 લાખ 10 હજાર દર્શક ક્ષમતા ધરાવતું દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે.
અમદાવાદ: દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતના અમદાવાદમાં બનીને તૈયાર થઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વિશાળ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન 24મી ફેબ્રુઆરીએ કરવાના છે. ઉદઘાટન પહેલા ICCએ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની એક અદભૂત તસવીર તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
રવિવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટેરા સ્ટેડિયમની તસવીર પોસ્ટ કરી હતી. મોટેરા સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા લગભગ 1 લાખ 10 હજાર જેટલી છે. જ્યારે પહેલા 49 હજાર દર્શક ક્ષમતા હતી. આ સ્ટેડિયમને વર્ષ 1982માં બનાવવામાં આવ્યું હતું. ત્યારે હવે આ સરદાર પટેલ સ્ટેડિયમ 1 લાખ 10 હજાર દર્શક ક્ષમતા ધરાવતું દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે.
આઈસીસીએ મોટેરા સ્ટેડિયમની તસવીર પોસ્ટ કરતા લખ્યું હતું કે, અંદાજે 1,10,000 ક્ષમતા ધરાવતું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ બનીને તૈયાર થઈ ગયું છે. આ રહી તેની આ લેટેસ્ટ તસવીર’.
માહિતી મુજબ મોટેરા સ્ટેડિયમ 63 એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે જેમાં ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, 76 કોર્પોરેટ બોક્સ, ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, ઈન્ડોર એકેડમી અને ઈન્ડોર લગભગ 3,000 કાર અને 10,000 મોટર સાઈકલ પાર્ક કરવામાં આવી શકે એવું પાર્કિંગ ક્ષમતાની સુવિધા ઉબી કરવામાં આવશે. આ સ્ટેડિયમનું નિર્માણ ખર્ચ લગભગ 700 કરોડ રૂપિયા છે.The latest picture of the almost-ready Motera Cricket Stadium, which is expected to boast a seating capacity of 110,000!
— ICC (@ICC) February 16, 2020
Who fancies attending a cricket game here? pic.twitter.com/IwIfiD5q6O
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion