આઈસીસીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અંબાતી રાયૂડ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રીજી વનડેમાં બેટિંગ કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ન્યૂઝીલેન્ડમાં ધમાલ મચાવનાર ભારતીય ટીમ માટે રાયડૂ પર પ્રતિબંધનો આ નિર્ણય એક ઝટકા સમાન છે.
2/3
આઈસીસીના નિયમ અનુસાર જ્યારે કોઈ ક્રિકેટરની બોલિંગ શંકાસ્પદ જણાય તો તેણે 14 દિવસની અંદર પોતાની બોલિંગ એક્શનની ટેસ્ટ આપવાની હોય છે. તેના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેંસન ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી તે પોતાની ટેસ્ટ ન આપે અને તેની બોલિંગ એક્શનને માન્ય ન જણાય.
3/3
નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટર કાઉન્સિલે ભારતીય ક્રિકેટર અંબાતી રાયડૂ પર સોમવારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આઈસીસીએ જણાવ્યું કે, રાયડૂની બોલિંગ એક્શનની ટેસ્ટ શંકાસ્પદ જણાઈ તેના 14 દિવસની અંદર આપવાની હતી પરંતુ તેમ કરવાને તે નિષ્ફળ રહ્યો છે.