હૈદરાબાદ રણજી ટીમની કેપ્ટનશિપ કરી ચુકેલા રાયડુએ કુલ 97 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં તેણે 45.56ની સરેરાશથી 6151 રન બનાવ્યા છે. જેમાં તેણે 16 સદી અને 34 અડધી સદી ફટકારી છે.
2/4
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયા તરફથી નંબર 4 પર સુંદર બેટિંગ કરનારા આક્રમક બેટ્સમેન અંબાતી રાયડુએ હવે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જેમાં રણજી ટ્રોફી અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો પણ સમાવેશ થાય છે. શનિવારે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, હવે હું મારું ધ્યાન વન ડે અને T20 ક્રિકેટમાં કેન્દ્રીત કરવા માંગુ છું.
3/4
તેણે લખ્યું છે કે, હૈદરાબાદ માટે રમવું હંમેશા સન્માનની વાત રહી છે અને જે રીતે મને અહીંથી સમર્થન મળ્યું છે તે ક્યારેય ભૂલી નહીં શકું. તેમાં મારી સાથે રમનારા ખેલાડી, કોચ અને અધિકારીઓ સામેલ છે. ઉપરાંત ICLમાં રમ્યા બાદ જે રીતે બીસીસીઆઈએ મારું સ્વાગત કર્યું તે માટે પણ હું આભારી છું.
4/4
રાયડુએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનને લેટર લખીને જણાવ્યું કે, હું આતરરાષ્ટ્રીય અને ઘરેલુ સ્તર પર ટૂંકા ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખીશ. આ મોકા માટે હું BCCI, HCA, બરોડા ક્રિકેટ એસોસિએશન અને વિદર્ભ ક્રિકેટ એસોસિએશનનો આભાર માનવા માંગુ છું.