શોધખોળ કરો
વિરેન્દ્ર સેહવાગે કરી ભવિષ્યવાણી, આ ટીમ જીતશે એશિયા કપ

1/3

સહેવાગનું માનવું છે કે, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવી નાની ટીમ આ વખતે કોઈ મોટો ઉલટફેર નહીં કરી શકે. સહેવાગે કહ્યું કે, બાંગ્લાદેશે ભારતને પહેલા પણ હરાવ્યું છે. પાકિસ્તાન એવી ટીમ છે જે વનડેમાં કોઈ પણ ટીમને ગમે ત્યારે હરાવી શકે છે. લિમિટેડ ઓવર ક્રિટેની મજા જ એ છે કે, તમે એ નથી કરી શકતા કે કઈ ટીમ ફેવરીટ છે. જોકે ભારતીય ટીમ હાલમાં દેશ હોય કે વિદેશ તમામ જગ્યાએ સારું પ્રદર્શન કરી રહી છે એવામાં ટૂર્નામેન્ટમાં ભારતનો દબદબો જોવા મળી શકે છે.
2/3

દુબઈઃ એશિયા કપની 14મી સીઝનમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ યૂએઈ પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયા એશિયા કપમાં સૌથી વધારે 6 વખત ખિતાબ જીતી ચૂકી છે. એવામાં આ વખતે પણ ખિતાબ માટે સૌથી મોટી ટીમ ઉભરીને સામે આવી છે. ત્યારે વિરેન્દ્ર સેહવાગે એશિયા કપ કોણ જીતશે તેને લઈને ભવિષ્યવાણી કરી છે.
3/3

સેહવાગે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત જ આ વખતે પણ એશિયા કપ જીતશે. મીડિયા સાથે વાત કરતાં સેહવાગે કહ્યું કે, શ્રીલંકાની ટીમ પહેલા જેવી રહી નથી. પાકિસ્તાનનું ખબર નથી કે ક્યારે સારું રમશે અને ક્યારે ખરાબ. એવામાં એ જ ટીમ છે જે સતત સારું પ્રદર્શન કરી રહી છે અને તે છે ભારત. ભારતમાં હોય કે ભારતની બહાર ભારતે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે.
Published at : 14 Sep 2018 02:13 PM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દુનિયા
દુનિયા
Advertisement