શોધખોળ કરો
Asia Cup 2018: પાકિસ્તાનના આ બોલરે ટીમ ઇન્ડિયાને આપ્યો પડકાર, કહ્યું- 5 બેટ્સમેનને કરીશ આઉટ
1/3

નવી દિલ્હીઃ એશિયા કપમાં ભારતની શરૂઆત ભલે હોંગકોંગ સાથે થઈ હોય પરંતુ ભારતીય ક્રિકેટ ફેન્સ તો પાકિસ્તાન વિરૂદ્ધ રમાનારા મેચને જ શરૂઆત માની રહ્યા છે. આ હાઈ વોલ્ટેડ મુકાબલા પહેલા નિવેદનબાજીનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. આજે પાકિસ્તાન અને ભારત વચ્ચે મેચ રમાશે. જોકે આ મેચ પહેલા ઉસ્માન ખાને એક મોટુ નિવેદન આપ્યું છે.
2/3

સાથે તેણે કહ્યું કે, અમારી બોલિંગ શાનદાર છે, અને અમે શાનદાર બોલિંગ કરવાનો પ્રયત્ન કરીશું. તેમણે પોતાની ટીમની તૈયારી વિશે કહ્યું કે, અમે લાહોરમાં પ્રેક્ટિસ કરીને આવ્યા છીએ અને યૂએઈમાં પણ સારી પ્રેક્ટિસ કરી છે. જેથી અમે પૂરી રીતે ફીટ છીએ. મે ટીમ ઈન્ડીયાને પણ પ્રેક્ટિસ કરતા જોઈ છે. જેથી આ મેચ સારી રસપ્રદ રહેશે.
Published at : 19 Sep 2018 07:35 AM (IST)
View More





















