તેણે કહ્યું, ભારત સામે રમતી વખતે ખૂબ જ વધારે દબાણ હોય છે. તેમાં પણ જો બોલર હોવ તો રમત પ્રેમીઓની આશા વધી જાય છે. મારું સમગ્ર ધ્યાન ભારત સામેની મેચ પર છે અને હું આ મેચમાં મારો શ્રેષ્ઠ દેખાવ કરવા આતુર છું.
2/4
રવિવારે એશિયા કપની બીજી મેચમાં પાકિસ્તાને હોંગકોંગેને 8 વિકેટે સરળતાથી હાર આપી હતી. પાકિસ્તાનની આ જીતમાં તેના બોલરોનું મહત્વનું યોગદાન હતું. જેના કારણે હોંગકોંગ મોટો સ્કોર કરી શક્યું નહોતું. 31મી ઓવરમાં હોંગકોંગનો સ્કોર 95 રન હતો અને 5 વિકેટ પડી ચુકી હતી.
3/4
આ સમયે પાકિસ્તાનનો ફાસ્ટ બોલર ઉસ્માન ખાન ત્રાટક્યો અને તેણે એક જ ઓવરમાં ત્રણ વિકેટ લઈને હોંગકોંગને સન્માનજનક સ્કોરથી વંચિત રાખ્યું. મેચ સમાપ્ત થયા બાદ મીડિયા સાથે વાત કરતાં ઉસ્માન ખાને કહ્યું કે, મારે ભારત સામે 5 વિકેટ લેવી છે.
4/4
દુબઈઃ એશિયા કપ 2018માં તમામ ક્રિકેટ રસિકોની નજર ભારત-પાકિસ્તાનના હાઇ વોલ્ટેજ મુકાબલા પર છે. પાકિસ્તાનના ખેલાડીઓએ નિવેદનબાજી કરીને ભારત પર અત્યારથી જ દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે.