Asian Games 2023: રામકુમાર અને સાકેતે ટેનિસમાં જીત્યો સિલ્વર, ચીની તાઇપેઇ વિરુદ્ધ ફાઇનલમાં મળી હાર
Asian Games 2023 6th Day, India:ભારતીય જોડીને ફાઇનલમાં ચીની તાઇપેઇ સામે 4-6, 4-6થી હારનો સામનો કરવો પડ્યો હતો.
Asian Games 2023 6th Day, India: એશિયન ગેમ્સમાં ટેનિસમાં મેન્સ ડબલ્સ ઇવેન્ટમાં રામકુમાર રામનાથન અને સાકેત માઇનેનીની ભારતીય જોડીએ સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય જોડીને ફાઇનલમાં ચીની તાઇપેઇ સામે 4-6, 4-6થી હારનો સામનો કરવો પડ્યો હતો.
🥈🔟 on 🔟 Performance! 🎾🥈
— SAI Media (@Media_SAI) September 29, 2023
🇮🇳's Doubles pair of @ramkumar1994 and @SakethMyneni clinched the 🥈medal in the Finals, and their performance was nothing short of exceptional! 👏
This is 🇮🇳's 10th Silver medal so far🔥
And notably, 1st Medal for Ramkumar, and 3rd for Saketh in… pic.twitter.com/iejV3VzkxX
અગાઉ એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતે 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ ઈશા સિંહ, પલક અને દિવ્યાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. ઈશા સિંહ, પલક અને દિવ્યાની ટીમ 1731-50xના સ્કોર સાથે બીજા ક્રમે રહી હતી. ચીનની રેન્કસિંગ, લી અને નાનની જોડીએ ગોલ્ડ કબજે કર્યો હતો.
🥈 𝗣𝘂𝗿𝗲 𝗕𝗿𝗶𝗹𝗹𝗶𝗮𝗻𝗰𝗲 𝗙𝗿𝗼𝗺 𝗼𝘂𝗿 𝗦𝗵𝗼𝗼𝘁𝗲𝗿𝘀 𝗮𝘁 #𝗔𝘀𝗶𝗮𝗻𝗚𝗮𝗺𝗲𝘀𝟮𝟬𝟮𝟮! 🥈
— SAI Media (@Media_SAI) September 29, 2023
The 10m Air Pistol team of Divya, @singhesha10 Palak secured the 𝙎𝙞𝙡𝙫𝙚𝙧 𝙈𝙚𝙙𝙖𝙡 today, beginning the day on a shining note! 🏆🎯
Proud of you all 🙌👏#Cheer4India… pic.twitter.com/RKPZg16lfm
ભારતીય ટીમે 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની ટીમ સ્વપ્નિલ, ઐશ્વર્ય તોમર અને અખિલે ગોલ્ડ મેડલ જીત્યો છે. 7 ગોલ્ડ સાથે ભારત હવે મેડલ ટેબલમાં ચોથા સ્થાને આવી ગયું છે.
🥇 1️⃣𝙨𝙩 𝙂𝙊𝙇𝘿 𝙤𝙛 𝙩𝙝𝙚 𝙙𝙖𝙮🔥
— SAI Media (@Media_SAI) September 29, 2023
🇮🇳's M 50m Rifle 3Ps team, featuring the trio - Aishwary Pratap Singh Tomar, @KusaleSwapnil, and Akhil Sheoran, secured the 𝙂𝙊𝙇𝘿 𝙈𝙀𝘿𝘼𝙇 today, beginning the day on a golden note! 🏆🎯
Let's shower our champions with applause and… pic.twitter.com/YxcsvLXuSG
ઐશ્વર્ય પ્રતાપ સિંહ, સ્વપ્નિલ અને અખિલની ભારતીય જોડીએ શૂટિંગમાં કમાલ કર્યો હતો. ત્રણેય સાથે મળીને 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્રણેએ મળીને 1769નો સ્કોર કર્યો હતો. ચીનની લિશુ, હાઓ અને જિયા મિંગની જોડીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સાથે જ કોરિયન ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.