Asian Games 2023: અદિતિ અશોકે રચ્ચો ઈતિહાસ, સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની
Asian Games: ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સના સાતમા દિવસના અંત સુધીમાં ભારતના ખાતામાં 10 ગોલ્ડ સહિત કુલ 38 મેડલ છે.
Asian Games 2023: એશિયન ગેમ્સમાં આજે આઠમો દિવસ છે. આજે પણ ભારત કેટલાક મેડલ જીતી શકે છે. ગોલ્ફમાં ભારતની અદિતિ અશોકે સિલ્વર મેડલ જીત્યો છે. અદિતિ અશોકનો સિલ્વર મેડલ ઐતિહાસિક છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા ગોલ્ફરે ભારત માટે મેડલ જીત્યો છે. દેશને અદિતિ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી. જોકે આ શક્ય બન્યું નહોતું. ભારતીય ગોલ્ફર અદિતિ અશોક ગોલ્ડ મેડલ ચૂકી જતાં તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. . અદિતિ શનિવારે રમતના અંત સુધી ત્રણ રાઉન્ડ પછી આગળ હતી. પરંતુ તે આજે તેને જાળવી શકી નહીં.
🥈1️⃣𝙨𝙩 𝙚𝙫𝙚𝙧 𝙄𝙣𝙙𝙞𝙖𝙣 𝙒𝙤𝙢𝙚𝙣 𝙂𝙤𝙡𝙛𝙚𝙧 𝙩𝙤 𝙬𝙞𝙣 𝙈𝙚𝙙𝙖𝙡 𝙖𝙩 𝘼𝙨𝙞𝙖𝙣 𝙂𝙖𝙢𝙚𝙨⛳
— SAI Media (@Media_SAI) October 1, 2023
🇮🇳's Golfer @aditigolf clinches a Silver medal in women's individual event at the ongoing #AsianGames2022🫡
Her precise swings and unwavering focus have won her a coveted… pic.twitter.com/5JSqdHjZFi
ભારત પાસે 10 ગોલ્ડ સહિત 38 મેડલ
ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સના સાતમા દિવસના અંત સુધીમાં ભારતના ખાતામાં 10 ગોલ્ડ સહિત કુલ 38 મેડલ છે. અત્યાર સુધીમાં ભારતે 10 ગોલ્ડ, 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. હવે આઠમા દિવસે એટલે કે રવિવાર, 1લી ઓક્ટોબરે, ભારતીય એથ્લેટ્સ ઘણા મેડલ જીતી શકે છે.