Asian Games 2023: લાંબી કૂદમાં એનસી સોજને જીત્યો સિલ્વર મેડલ, 4 x 400 મીટર દોડમાં પણ મળ્યો મેડલ
અત્યાર સુધી એશિયન ગેમ્સમાં ભારતે 60 મેડલ જીત્યા છે. 13 ગોલ્ડ મેડલ ઉપરાંત ભારતે 24 સિલ્વર મેડલ અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
Asian Games 2023: ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે ગેમ્સનો 9મો દિવસ છે. આ દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો છે. ભારતીય મહિલા એથ્લેટ એનસી સોજને લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો છે. એનસી સોજને 6.63 મીટરનું અંતર કૂદીને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતને 4 x 400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. મિશ્ર ટીમના ખેલાડીઓ મોહમ્મદ અજમલ, વિદ્યા રામરાજ, રાજેશ રમેશ અને શુભા વેંકટેશનને ત્રીજું સ્થાન મળ્યું હતું. 4x400 મીટર રેસમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. પરંતુ રેફરીએ શ્રીલંકાને ગેરલાયક ઠેરવ્યું હતું. જે બાદ ભારતનું બ્રોન્ઝ સિલ્વરમાં અપગ્રેડ થયું હતું.
Another #Silver from #Athletics 🥳
— SAI Media (@Media_SAI) October 2, 2023
Ancy Sojan Edappilly leaps to a remarkable🥈at #AsianGames2022
Delivering her personal best, the fiery athlete produced a jump of 6.63 m in her 5⃣th attempt!
The girls of the Indian Athletics team are doing wonders & we couldn't be prouder… pic.twitter.com/wKq6Z6pVUB
ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને
અત્યાર સુધી એશિયન ગેમ્સમાં ભારતે 60 મેડલ જીત્યા છે. 13 ગોલ્ડ મેડલ ઉપરાંત ભારતે 24 સિલ્વર મેડલ અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ સાથે જ મેડલ ટેલીમાં ચીન ટોચ પર છે. જ્યારે મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને છે.
🥈it is for the the Indian 4X400 m Mixed Relay Team at #AsianGames2022
— SAI Media (@Media_SAI) October 2, 2023
The quartet of Muhammed Ajmal, Ramraj Vithya, Ramesh Rajesh & #KheloIndia Athlete Venkatesan Subha clocked a new National Record timing of 3:14.34 to grab the🥈
Many congratulations to the team! Well… pic.twitter.com/KVcC6b4kR0