2004માં પાંચ વનડે અને ત્રણ ટેસ્ટ મેચોની ઐતિહાસિક સીરિઝ રમવા માટે પાકિસ્તાન જઈ રહેલ સૌરવ ગાંગુલી એન્ડ કંપનીને અટલ બિહારી વાજપેયીએ બોલાવ્યા અને તેમને એક બેટ આપ્યું અને તે બેટ પર લખેલી એક લાઈનને આજે પણ માત્ર ક્રિકેટરો જ નહી લોકો પણ યાદ કરે છે. વડાપ્રધાને તેમને શુભેચ્છાઓના રૂપમાં જે બેટ આપ્યું અને તેના પર લખ્યું હતું, "રમત જ નહી દિલ પણ જીતો," શુભેચ્છાઓ.
2/3
નવી દિલ્હીઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હવે આપણી વચ્ચે રહ્યા નથી. લાંબા સમયથી બીમાર ચાલી રહેલ વાજપેયીએ દિલ્હીની એમ્સમાં અંતિમ શ્વાસ લીધા. એક સારા વક્તા અને કવિ હોવાની સાથે સાથે અટલજી રમત પ્રેમી પણ હતા. 2004માં અટલજીની પહેલ બાદ આતંકની ઓછાયાની વચ્ચે ભારતે પાકિસ્તાનનો ઐતિહાસિક પ્રવાસ કર્યો હતો.
3/3
ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા શરૂ કર્યા પછી સંબંધોને સુધારવા માટે અટલજી દ્વારા કરવામાં આવેલી પહેલના કારણે 14 વર્ષમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયા આખી સિરીઝ રમવા માટે પાકિસ્તાનના પ્રવાસ પર ગઈ હતી, જ્યાં ભારતે ઐતિહાસિક જીત નોંધાવી હતી.