Australian Open 2023: Aryna Sabalenkaએ ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં એલેના રિબાકિનાને હરાવી
બેલારુસની ટેનિસ ખેલાડી Aryna Sabalenka એ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં જીત મેળવી હતી.
Aryna Sabalenka Won Australian Open 2023: બેલારુસની ટેનિસ ખેલાડી Aryna Sabalenka એ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં જીત મેળવી હતી. આ તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. ફાઈનલ મેચમાં વિશ્વની પાંચમી ક્રમાંકિત ખેલાડી સબાલેન્કાએ વિશ્વની 22 ક્રમાંકિત ખેલાડી એલેના રિબાકીનાને 4-6, 6-3, 6-4થી હાર આપી હતી. ગયા વર્ષે વિમ્બલ્ડન ટાઈટલ જીતનાર રિબાકીનાના પ્રથમ સેટ જીત્યા બાદ નિયંત્રણમાં જોવા મળી હતી. આ પછી બેલારુસિયન ખેલાડીએ જોરદાર વાપસી કરી અને તેને હાર આપી હતી.
New best friend 🥰@SabalenkaA • #AusOpen • #AO2023 pic.twitter.com/mETse087Jk
— #AusOpen (@AustralianOpen) January 28, 2023
ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સની ફાઇનલમાં એલેનાએ ધમાકેદાર શરૂઆત કરી હતી. એવું લાગી રહ્યું હતું કે કઝાકિસ્તાનની રિબાકીના આગામી સેટમાં ટાઇટલ પોતાના નામે કરી લેશે. પરંતુ Aryna Sabalenka એ બીજા સેટમાં જોરદાર વાપસી કરી હતી. આ દરમિયાન તેણે બીજો સેટ 6-3થી જીતી લીધો હતો. આ પછી ત્રીજા સેટમાં પણ તેણીએ રિબાકીનાના પર વિજય મેળવ્યો હતો. તેણે કઝાકિસ્તાનના ખેલાડીને વાપસીની કોઈ તક આપી ન હતી. સબાલેન્કાએ ત્રીજો સેટ 6-4થી જીત્યો હતો.
Your #AO2023 women’s singles champion, @SabalenkaA 🙌@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen pic.twitter.com/5ggS5E7JTp
— #AusOpen (@AustralianOpen) January 28, 2023
Aryna Sabalenkaની કારકિર્દીનું આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. ફાઈનલ જીત્યા બાદ તેણે બધાનો આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું કે હું સુપર નર્વસ છું. આશા છે કે અમે ગ્રાન્ડ સ્લેમમાં વધુ સ્પર્ધા કરીશું. આપ સૌનો આભાર. હું મારી ટીમનો પણ આભાર માનું છું. અમે છેલ્લા વર્ષમાં ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયા છીએ. આશા છે કે આવતા વર્ષે ફરી મેલબોર્ન આવીશ અને વધુ સારું કરીશ.
SABALENKA IS CROWNED #AO2023 CHAMPION 👑 pic.twitter.com/tO8PoYxDSr
— #AusOpen (@AustralianOpen) January 28, 2023
In a finale we won't soon forget, @SabalenkA kept her nerve, held her serve and tasted Grand Slam glory for the very first time.#AusOpen • #AO2023
— #AusOpen (@AustralianOpen) January 28, 2023
રિબાકિના અને સબાલેન્કા તેમની ટેનિસ કારકિર્દીમાં ચોથી વખત સામસામે ટકરાયા હતા. અગાઉ, 2021 વિમ્બલ્ડન ચેમ્પિયનશિપના ચોથા રાઉન્ડમાં રિબાકીના અને સબાલેન્કા વચ્ચે મેચ રમાઈ હતી. ઉપરાંત, તે બંને અબુ ધાબી ઓપન 2021 અને વુહાન ઓપન 2019ની ક્વાર્ટર ફાઇનલમાં ટકરાયા હતા. એટલે કે આ પહેલા ત્રણેય મેચમાં સબાલેન્કાએ જીત મેળવી હતી.