શોધખોળ કરો
Advertisement
ક્રિકેટનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે વિરાટ કોહલીઃ બ્રાયન લારા
લારાએ કહ્યું કે, તે બેટિંગને અવિશ્વસનીય સ્તરે લઇ જનાર વિરાટ કોહલીનો ફેન છે. વિરાટની તૈયારી ઉપરાંત રમત પ્રત્યેનું તેનું સમર્પણ તેને અલગ બનાવે છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ સ્ટાર બેટ્સમેન બ્રાયન લારાએ વિરાટ કોહલીને લઈ મોટું નિવેદન આપ્યું છે. રમત પ્રત્યેના સમર્પણને લઈ લારાએ તેની તુલના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે કરી છે. આ ઉપરાંત તેણે જણાવ્યું કેએલ રાહુલ પ્રતિભાના મામલે ભારતીય કેપ્ટનની સમકક્ષ છે.
ખુદને તૈયાર કરવા માટે તેનું સમર્પણ બનાવે છે બીજાથી અલગ
લારાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે બેટિંગને અવિશ્વસનીય સ્તરે લઇ જનાર વિરાટ કોહલીનો ફેન છે. વિરાટની તૈયારી ઉપરાંત રમત પ્રત્યેનું તેનું સમર્પણ તેને અલગ બનાવે છે. મને નથી લાગતું કે તે કેએલ રાહુલ કે રોહિત શર્માથી વધારે પ્રતિભાશાળી છે પરંતુ ખુદને તૈયાર કરવા માટે તેનું સમર્પણ અલગ બનાવે છે. તે ક્રિકેટનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. વિરાટની ફિટનેસનું સ્તર અને માનસિક દ્રઢતા અવિશ્વસનીય છે.
કોહલી કોઈપણ સમયની શ્રેષ્ઠ ટીમમાં સ્થાન મેળવી શકે
વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કપ્તાનનું માનવું છે કે કોહલી કોઈપણ સમયની શ્રેષ્ઠ ટીમમાં સ્થાન મેળવશે. પછી તે ક્લાઈવ લોય્ડની 70ના દાયકાની અપરાજિત ટીમ હોય કે સર ડોન બ્રેડમેનની 1948ની ટીમ હોય. તે એવો બેટ્સમેન છે જેને કોઈપણ દાયકામાં છોડવામાં આવી શકે નહીં. રમતના દરેક ફોર્મેટમાં જેની 50થી વધુ એવરેજ હોય તેવો ખેલાડી જૂજ હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement