શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વૂમન ટી20 માટે BCCIએ જાહેર કર્યા ત્રણેય ટીમોના ખેલાડીઓ, કોને કઇ ટીમમાં મળ્યુ સ્થાન, જાણો વિગતે
ટીમના નામ સુપરનોવા, વેલોસિટી અને ટ્રેબ્લોજર્સ રાખવામાં આવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય સહિત વિદેશી મહિલા ક્રિકેટરોને સમાવવામાં આવ્યા છે. જેમાં ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને વેસ્ટઇન્ડિઝની મહિલા ખેલાડીઓ ભાગ લઇ રહી છે
નવી દિલ્હીઃ પુરુષ આઇપીએલની શાનદાર સફળતા બાદ હવે બીસીસીઆઇએ મહિલા આઇપીએલની પણ શરૂઆત કરી છે. જેના ભાગરૂપે આ વખતે વૂમન ટી20 ચેલેન્જ શરૂ કરી છે, જેમાં ચાર મેચો રમાવવાની છે. આ માટે ત્રણ ટીમોને સમાવવામાં આવી છે.
બીસીસીઆઇએ વૂમન ટી20 ચેલેન્જ માટે ત્રણ ટીમોની મહિલા ક્રિકેટરોના નામની જાહેર કરી દીધી છે. ટીમના નામ સુપરનોવા, વેલોસિટી અને ટ્રેબ્લોજર્સ રાખવામાં આવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય સહિત વિદેશી મહિલા ક્રિકેટરોને સમાવવામાં આવ્યા છે. જેમાં ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને વેસ્ટઇન્ડિઝની મહિલા ખેલાડીઓ ભાગ લઇ રહી છે.
આ લીગની શરૂઆત 6 મેથથી શરૂ થઇને 11 મેએ જયપુરમાં ફાઇનલ મેચ સાથે સમાપન થશે.
ત્રણેય ટીમો આ પ્રકારે છે....
સુપરનોવો ટીમ...
હરમનપ્રીત કૌર (કેપ્ટન), અનુજા પાટિલા, અરુંધતી રેડ્ડી, ચામરી અટ્ટાપટ્ટુ (શ્રીલંકા), જેમિમા રોડ્રિગેજ, લી તહૂહૂ (ન્યૂઝીલેન્ડ), માનસી જોશી, નતાલી સ્કીવર (ઇંગ્લેન્ડ), પૂનમ યાદવ, પ્રિયા પુનિયા રાધા યાદવ, સોફી ડિવાઇન (ન્યૂઝીલેન્ડ), તાનિયા ભાટીયા.... કૉચ- ડબલ્યૂ વી રમણ.
ટ્રેબ્લોજર્સ ટીમ....
સ્મૃતિ મંધાના (કેપ્ટન), ભારતી ફૂલમાલી, ડી. હેમલતા, દિપ્તી શર્મા, હરલિન દેઓલ, જાસિયા અખ્તર, ઝૂલન ગોસ્વામી, આર.કલ્પના, રાજેશ્વરી ગાયકવાડ, એસ સેલમન (વેસ્ટ ઇન્ડિઝ), સોફી એક્સેલસ્ટોન (ઇંગ્લેન્ડ), સ્ટેફની ટેલર (વેસ્ટ ઇન્ડિઝ), સૂઝી બેટ્સ (ન્યૂઝીલેન્ડ)... કૉચ- બીજૂ જૉર્જ.
વેલોસિટી ટીમ....
મિતાલી રાજ (કેપ્ટન), એમેલી કેર (ન્યૂઝીલેન્ડ), ડેનિયલ યાટ (ઇંગ્લેન્ડ), દેવિકા વૈદ્ય, એકતા બિષ્ટ, હેલે મેથ્યૂઝ (વેસ્ટ ઇન્ડિઝ), જહાનારા આલમ (બાંગ્લાદેશ), કોમલ, શેફાલી વર્મા, શિખા પાંડે, સુષ્મા વર્મા, સુશ્રી દિવ્યદર્શિની, વેદા કૃષ્ણામૂર્તિ... કૉચ- મમતા માબેન.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સુરત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion