બીસીસીઆઈએ દક્ષિણ આફ્રીકા પ્રવાસ પર ગયેલા ખેલાડીઓની રકમ ચૂકવી હતી. કોહલીને 1.25 કરોડ રકમ ચૂકવવામાં આવી છે. રોહિત શર્માને 1.2 કરોડ, જ્યારે હાર્દિક પંડ્યાને ઓક્ટોબર 2017થી માર્ચ 2018 સુધીના 1.1 કરોડ ચુકવવામાં આવ્યા છે.
2/3
બીસીસીઆઈએ કોચ રવિ શાસ્ત્રીને 18 જૂલાઈથી 17 ઓક્ટોબર સુધી ટીમના કોચિંગ માટે 2.5 કરોડની રકમ ચૂકવી છે. શાસ્ત્રીને 2016થી ભારતીય ટીમના કોચ પદે રાખવામાં આવ્યા છે અને તેમનો કોન્ટ્રાક્ટ આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાનારા 2019 વિશ્વ કપ બાદ ખતમ થશે. શાસ્ત્રી દુનિયાના સૌથી મોંઘા કોચ છે તેમને વર્ષે 8 કરોડ રૂપિયા મળે છે.
3/3
મુંબઈ: બીસીસીઆઈએ રવિવારે ભારતીય ટીમના ખેલાડીઓ અને કોચ રવિ શાસ્ત્રીને આપવામાં આવેલી રકમની જાણકારી જાહેર કરી છે. ઈંગ્લેન્ડ સામે ખૂબ ખરાબ પ્રદર્શન કરી રહેલી ભારતીય ટીમ અને કોચ રવિ શાસ્ત્રીને બોર્ડે માલામાલ કરી દિધા છે.