જ્યારે, બીસીસીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, જો બીસીસીઆઈએ કોર્ટના આદેશનું પાલન ન પણ કર્યું તો પણ લોઢા પેનલે ફંડ આપવું જોઈતું હતું. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે આ કોના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
2/4
આ મામલે સુનાવણી કરનાર સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે, ચીફ જસ્ટિસ સાથે વાત કરીને નક્કી કરવામાં આવશે. કહેવાય છે કે, આજે બપોરે સુનાવણી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છેકે, જો બીસીસીઆઈ નિર્દેશોનું પાલન ન કરે તો તેના ફંડ અને બેંક ખાતા પરત પ્રતિબંધ લગાવવામાં આવે.
3/4
બીસીસીઆઈએ કહ્યું કે, ફંડ નહીં મળે તો મેચ શક્ય નથી. બીસીસીઆઈ તરફતી કોર્ટમાં અપીલ કરતા પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, બીસીસીઆઈને ફંડ પર પ્રતિબંધથી મુશ્કેલી થઈ રહી છે.
4/4
નવી દિલ્હીઃ લોઢા પેનલની ભલામણ લાગુ કરવાને લઈને દબાણનો સામનો કરી રહેલ બીસીસીઆઈએ આજે ફરી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. બીસીસીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું કે, બુધવારે રાજકોટમાં ઇંગ્લેન્ડની સાથે થનારા ટેસ્ટ મેચ માટે ફંડ આપવામાં આવે.