શોધખોળ કરો
Advertisement
ICC ઓલરાઉન્ડરોની યાદીમાં બેન સ્ટૉક્સ પહોંચ્યો બીજા નંબરે, પહેલા નંબરે કોણ? જુઓ લિસ્ટ.....
ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સ છેલ્લા કેટલાક સમયથી પોતાની ક્રિકેટની લઇને ચર્ચામાં રહ્યો છે. વર્લ્ડકપ ફાઇનલમાં ઓલરાઉન્ડર પ્રદર્શનથી વધુ ચમક્યો હતો
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એકલા હાથે મેચ જીતાડીને બધાની નજરે ચઢી ગયેલા બેન સ્ટૉક્સને વધુ એક ઉપલબ્ધિ મળી છે. આઇસીસી ઓલરાઉન્ડરની યાદીમાં સ્ટૉક્સે હવે બીજા નંબર પર પહોંચી ગયો છે. આ પહેલા તે ત્રીજા નંબર પર હતો.
ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સ છેલ્લા કેટલાક સમયથી પોતાની ક્રિકેટની લઇને ચર્ચામાં રહ્યો છે. વર્લ્ડકપ ફાઇનલમાં ઓલરાઉન્ડર પ્રદર્શનથી વધુ ચમક્યો હતો.
વર્ષ 2017, સપ્ટેમ્બરમાં બેન સ્ટૉક્સ આઇસીસી ઓલરાઉન્ડરની યાદીમાં બીજા નંબર પર હતો. સ્ટૉક્સને 44 પૉઇન્ટ મળ્યા, જેથી હવે તેના 411 પૉઇન્ટ થઇ ગયા છે, અને તે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હૉલ્ડર કરતા માત્ર 22 પૉઇન્ટ જ પાછળ છે. જેસન હૉલ્ડર ઓલરાઉન્ડરોની યાદીમાં 433 પૉઇન્ટ સાથે પહેલા નંબરે છે.
નોંધનીય છે કે હાલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશીઝ સીરીઝ ચાલી રહી છે. અને બીજી ટેસ્ટ મેચમાં બેન સ્ટૉક્સે જબરદસ્ત બેટિંગ કરીને 135 રન બનાવ્યા, એટલું જ નહીં એકલા હાથે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ ઇંગ્લિશ ટીમને જીતાડી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement