મેદાન પર રોમાન્સ, કેપ્ટન દોડીને આવ્યો ને અચાનક બૉલિંગ કરતા બૉલરને કીસ કરી લીધી ને પછી...............Viral Video
લાઇવ મેચ દરમિયાન સિડની સિક્સર્સના ફાસ્ટ બૉલર પીટર સિડલ પોતાના સાથી ખેલાડી ડેનિયલ વૉરેલના ગાલ પર કીસ કરી દીધી.
Big Bash League Peter Siddle Daniel Worrall: ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બિગ બેશ લીગમાં એક અનોખી ઘટના સામે આવી છે, આ ટૂર્નામેન્ટની એક મેચનો વીડિયો ખુબ વાયરલ રહ્યો છે. ખરેખરમાં લાઇવ મેચ દરમિયાન સિડની સિક્સર્સના ફાસ્ટ બૉલર પીટર સિડલ પોતાના સાથી ખેલાડી ડેનિયલ વૉરેલના ગાલ પર કીસ કરી દીધી. આ દરમિયાન કિસ કર્યા બાદ હંસતા દેખાયો અને આનો વીડિયો વાયરલ થઇ ગયો. આ વીડિયોને લઇને ફેન્સ સોશ્યલ મીડિયા જુદીજુદી રીતે કૉમેન્ટ કરી રહ્યાં છે.
ખરેખરમાં, એડિલેડ સ્ટ્રાઇકર્સે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો. આ દરમિયાન તેમને 20 ઓવર્સમાં 8 વિકેટો ગુમાવીને 147 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન ડેનિયલ વૉરેલને કેપ્ટને પહેલી ઓવર સોંપી, ત્યારે તે સર્કલની અંદર જ ફિલ્ડિંગ કરી રહ્યો હતો. પહેલો બૉલ ફેંક્યા બાદ વૉરેલ સિડલની સાથે વાતચીત કરતો દેખાયો હતો. બન્નેની વચ્ચે પહેલા ખુબ વાતચીત થઇ અને બન્નેએ હંસી મજાક કરી હતી. પછી આ ઓવરના પહેલા બૉલ બાદ પીટર સિડલને વૉરલના ગાલ પર કિસ કરી લીધી. આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
---
Love is in the air at the SCG... 😘@KFCAustralia #BBL11 pic.twitter.com/ikTMBabHHP
— KFC Big Bash League (@BBL) December 21, 2021
-
આ પણ વાંચો..........
મોદી વારાણસીમાં જેમને પગે પડ્યાં એ યુવતી IAS ઓફિસર છે ? જાણો ખરેખર શું છે હકીકત ?
મહેબૂબા મુફતીએ મોદીની સરખામણી પાકિસ્તાનના ક્યા સરમુખત્યાર સાથે કરી ? પાકિસ્તાન શાનાં ફળ ભોગવે છે ?
PAYTM સહિતની એપ યુઝ કરતા હો તો આ વાતનું રાખો ધ્યાન નહિંતર લાગી જશે લાખો રૂપિયાનો ચૂનો
20 ટેસ્ટ રમીને નંબર વન ટેસ્ટ બેટ્સમેન બન્યો આ ખેલાડી