20 ટેસ્ટ રમીને નંબર વન ટેસ્ટ બેટ્સમેન બન્યો આ ખેલાડી
ઓસ્ટ્રેલિયાનો 27 વર્ષના ખેલાડી માર્નસ લાબુશેન દોઢ વર્ષમાં પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં 110મા સ્થાન પરથી પ્રથમ નંબર પર પહોંચી ગયો છે.
નવી દિલ્હીઃ કેટલાક સમય અગાઉ ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, કેન વિલિયમ્સન અને જો રૂટની પ્રતિભા અને પ્રદર્શનની ચર્ચા થતી હતી પરંતુ હવે આ દિગ્ગજોને ટક્કર આપવા માટે વધુ એક બેટ્સમેન આવી ગયો છે. આ બેટ્સમેનનું નામ માર્નસ લાબુશેન છે. ઓસ્ટ્રેલિયાનો 27 વર્ષના ખેલાડી માર્નસ લાબુશેન દોઢ વર્ષમાં પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં 110મા સ્થાન પરથી પ્રથમ નંબર પર પહોંચી ગયો છે.
22 જૂન 1994માં સાઉથ આફ્રિકામાં જન્મેલો માર્નસ લાબુશેન પોતાના પરિવાર સાથે વર્ષ 2004માં ઓસ્ટ્રેલિયામાં શિફ્ટ થઇ ગયો. 10 વર્ષ બાદ 2014માં તેને ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. લાબુશેન ફક્ત 20 ટેસ્ટ મેચ રમીને પ્રથમ નંબર પર પહોંચી ગયો છે. તેણે ઓક્ટોબર 2018માં પાકિસ્તાન સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે પ્રથમ ઇનિંગમાં જ શૂન્ય પર આઉટ થયો હતો.
🔝 Labuschagne dethrones Root
— ICC (@ICC) December 22, 2021
💪 Starc makes significant gains
Australia stars shine in the latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings.
👉 https://t.co/DNEarZ8zhm pic.twitter.com/W3Aoiy3ARP
ભારતના બેટ્સમેનોની વાત કરીએ તો રોહિત શર્મા પાંચમા સ્થાન પર છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાતમા સ્થાન પર પહોંચી ગયો છે. ડેવિડ વોર્નર છઠ્ઠા સ્થાન પર છે. એશિઝ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારનાર ટ્રેવિસ હેડ ટોચના 10 ખેલાડીઓમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
બોલરોની વાત કરીએ તો ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર અને ટેસ્ટ ટીમનો કેપ્ટન પેટ કમિન્સ ટોચ પર છે. ભારતીય સ્પિનર આર.અશ્વિન બીજા સ્થાન પર છે. પાકિસ્તાનનો બોલર શાહીન આફ્રિદી ત્રીજા સ્થાન પર છે.
Trending News: માતાની એક ભૂલથી પુત્રને થયું 3000 કરોડ રૂપિયાનું નુકસાન, ખુદ જણાવી બરબાદીની કહાની
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી