શોધખોળ કરો

મોદી વારાણસીમાં જેમને પગે પડ્યાં એ યુવતી IAS ઓફિસર છે ? જાણો ખરેખર શું છે હકીકત ?

આ તસવીરોમાં દેખાતી વામન કદની યુવતી આઈ.એ.એસ ઓફિસર આરતી ડોગરા હોવાની ચર્ચા ચાલી હતી. આરતી ડોગરાએ કાશી વિશ્વનાથધામના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથધામના કોરીડોરના લોકાર્પણ માટે વારાણસી ગયા ત્યારે એક યુવતીના પગે પડ્યા હતા. વડાપ્રધાન મોદી આ યુવતીના પગે પડતા હોય એવી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

આ તસવીરોમાં દેખાતી વામન કદની યુવતી આઈ.એ.એસ ઓફિસર આરતી ડોગરા હોવાની ચર્ચા ચાલી હતી. આરતી ડોગરાએ કાશી વિશ્વનાથધામના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આરતીની કાશી કોરીડોરમાં મહત્વની જવાબદારીથી પ્રભાવિત થઈને મોદી તેમને પગે લાગ્યા હોવાની વાત પણ વહેતી થઈ હતી.

જો કે હવે ખુલાસો થયો છે કે, આ યુવતી આરતી ડોગરા નહીં પણ શિખા રસ્તોગી છે. શિખા રસ્તોગી વારાણસી ભાજપની મહિલા શાખામાં ઘણા સમયથી સક્રિય છે. શિખા આત્મનિર્ભર બની શકે તે માટે વડાપ્રધાને કાશી કોરીડોરમાં તેને એક દુકાન અપાવી છે. શિખા આ અંગે વડાપ્રધાનનો આભાર માનીને ચરણ સ્પર્શ કરવા ગચાં ત્યારે વડાપ્રધાન મોદીએ તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. મોદીએ કાશી કોરિડોરમાં શિખાને એક દુકાનની ભેટ આપી છે. મોદીએ આ વાત કરી ત્યારે શિખા રડી પડી હતી.

વારણસીમાં જ રહેતાં શિખા રસ્તોગી 40 વર્ષનાં છે. શિખા દસ ધોરણ પાસ છે અને દિવ્યાંગ લોકોની શિબિરો કરીને તેમને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન આપે છે. શિખા  ડાન્સ શિખવે પણ છે. એક સમયે ટીકટોક પર શિખાના વીડિયો ભારે ધૂમ મચાવતા હતા.

વડાપ્રધાન કાશી કોરિડોરનું લોકાર્પણ કરવા પહોંચ્યા ત્યારે તે કોરિડોરમાં ફરતાં ફરતાં શિખા પાસે પહોંચ્યા હતા. તેમની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાતચીત કરીને કહ્યું હતું કે, તમે આત્મનિર્ભર બની શકો એટલે કોરિડોરમાં એક દુકાન અપાવી છે અને આ અંગે મેં સૂચના આપી દીધી છે.

આ વાત સાંભળતાં જ શિખાની આંખમાં આંસું આવી ગયાં હતાં અને તેમણે વડાપ્રધાનના ચરણ સ્પર્શ કરવા પ્રયાસ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ તેમને પગે પડતાં રોકીને પોતે વામનકદ મહિલાના ચરણ સ્પર્શ કર્યાં હતાં. શિખાની વડાપ્રધાન સાથે  આ બીજી મુલાકાત હતી. મોદી શિખાને જોઈને જ ઓળખી ગયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર

યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી

કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા

Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ

શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા

Embed widget