શિવમ દુબેઃ-- સાવ નવુ નામ શિવમ દુબેએ આ વખતે આઇપીએલમાં બધાને ચોંકાવી દીધા છે. શિવમની બેઝપ્રાઇઝ 20 લાખ રૂપિયા છે અને તેના પર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5 કરોડની બોલી લગાવીને ખરીદ્યો છે.
2/6
મોહિત શર્માઃ-- માત્ર 50 લાખની બેઝપ્રાઇઝ ધરાવતા આ ઇન્ડિયન ખેલાડીના નસીબ ચમક્યા છે. મોહિતને ચેન્નાઇ સુપર કિંગ્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
3/6
અક્ષર પટેલઃ-- આ ફાસ્ટ ગુજરાતી બૉલરને પણ જેકપૉટ લાગ્યો છે, અક્ષરની બેઝપ્રાઇઝ 1 કરોડ રૂપિયા છે જ્યારે તેને દિલ્હી કેપિટલ્સે આ વખતે 5 કરોડ રૂપિયાની કિંમતે ખરીદ્યો છે.
4/6
વરુણ ચક્રવર્તીઃ-- લૉ બેઝપ્રાઇઝ ધરાવતો આ ખેલાડી આઇપીએલની હરાજીમાં ચમક્યો છે. 20 લાખની બેઝપ્રાઇઝ ધરાવતા વરુણને જેકપૉટ લાગતા આ વખતે કિંગ્સ ઇલેવન પંજાબે 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
5/6
જયદેવ ઉનડકટઃ-- ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકટ ગત વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી મોંઘો ખેલાડી રહ્યો, ઉનડકટની બેઝપ્રાઇઝ 1.5 કરોડ છે જ્યારે આ વખતની હરાજીમાં તેને રાજસ્થાન રૉયલ્સે 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
6/6
નવી દિલ્હીઃ આઇપીએલ 12 સિઝન માટેની હરાજી ગઇકાલે જયપુરમાં પૂર્ણ થઇ ચૂકી છે. આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓએ પોતાના ખેલાડીઓને પોતાના બજેટ પ્રમાણે ખરીદી લીધા છે. આમાં ખાસ વાત એ છે કે કેટલાક ભારતીય ખેલાડીઓને જેકપૉટ લાગ્યો છે, તેમને પોતાની બેઝપ્રાઇઝ કરતાં અનેકગણી વધારે કિંમતથી ખરીદવામાં આવ્યા છે. અહીં એવા પાંચ ભારતીય ખેલાડીઓ વિશે માહિતી આપવામાં આવી રહી છે.