ન્યૂ સાઉથ વેલ્સ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ લૂસી મૈકુલમે કંપનીને ચુકવણીનો આદેશ આપતા કહ્યું કે, આ આરોપોથી ગેલની શાખને મોટી ઠેસ પહોંચી છે. ફેયરફૈક્સે કહ્યું કે, તે આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરવાનું વિચારી રહ્યાં છે.
2/3
ફેયરફૈક્સ મીડિયાએ 2016માં સનસનીખેજ અહેવાલમાં ગેલ પર આરોપ લગાવ્યો હતો. ફેયરફૈક્સ મીડિયા સિડની મોર્નિંગ હેરાલ્ડ અને ધ એઝનું પ્રકાશન કરે છે. તેણે આરોપ લગાવ્યો કે, સિડનીમાં 2015માં ડ્રેસિંગ રૂમમાં ગેલે મહિલા સાથે આવુ વર્તન કર્યું હતું. ગેલે તે આરોપોનું ખંડન કરતા કહ્યું હતું કે, પત્રકારોએ તેને બરબાદ કરવા માટે આ બધુ કર્યું છે.
3/3
નવી દિલ્હી: પોતાની સિક્સરોના કારણે ફેમસ અને વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલે ઓસ્ટ્રેલિયાના એક મીડિયા ગ્રુપ સામે 1.5 કરોડથી વધુનો માનહાનિનો કેસ જીતી લીધો છે. આ મીડિયા ગ્રુપે દાવો કર્યો હતો કે, ગેલે એક મસાજ કરનાર યુવતીને પોતાના પ્રાઈવેટ પાર્ટ દેખાડ્યા હતા.