બોલ્ટે હેમિલ્ટનમાં પોતાની સ્વિંગ બોલિંગ દ્વારા ભારતના પાંચ બેટ્સમેનને આઉટ કર્યા હતા. આ વન-ડે ક્રિકેટમાં તેણે પાંચમી વખત પાંચ વિકેટ ઝડપી છે. આ સાથે તેણે પોતાના દેશના મહાન બોલર રિચર્ડ હેડલીની બરાબરી કરી લીધી છે. ચાર વખત પાંચ વિકેટ સાથે શેન બોન્ડ ત્રીજા નંબરે છે.
2/3
ટ્રેન્ટ બોલ્ટ વન-ડેમાં એક દેશમાં સૌથી ફાસ્ટ 100 વિકેટ ઝડપનાર દુનિયાનો પ્રથમ બોલર બન્યો છે. તેણે આમ ન્યૂઝીલેન્ડમાં કર્યું છે. આ પહેલા રેકોર્ડ પાકિસ્તાનના વકાર યૂનિસના નામે હતો. જેણે યુએઈમાં આવી સિદ્ધિ મેળવી હતી. ગ્લેન મેકગ્રા અને બ્રેટ લી એ ઓસ્ટ્રેલિયમાં આવી સિદ્ધિ મેળવી હતી. બંને 56-56 મેચ રમ્યા હતા આ જોડી ત્રીજા નંબરે છે.
3/3
હેમિલ્ટનઃ ચોથા મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને કારમી હાર આપી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે 5 વિકેટ ઝડપી ટીમને શાનદાર જીત અપાવી હતી. આ સાથે જ બોલ્ટે વિશિષ્ટ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે એક જ દેશમાં સૌથી ઓછા વનડે મેચમાં 100 વિકેટ મેળવનાર બોલર બની ગાય છે. સાથે જ તેણે પોતાના જ દેશના મહાન ક્રિકેટર સર રિચર્ડ હેડલીના એક રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. એક જ દેશમાં 100 વિકેટ લેનાર બોલ્ટ વિશ્વના 27માં બોલર છે.