શોધખોળ કરો
Advertisement
ટીમ ઇન્ડિયા માટે Bad News, આ સ્ટાર બેટ્સમેન મેચ દરમિયાન ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ
એક તસવીરમાં તે પોતાની ઈજા બતાવી રહ્યો છે. તો અન્ય તસવીરમાં ડૉક્ટર્સ સાથે તે હસતો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડીઝની સામે ભારતીય ટીમની જાહેરાત પહેલા ઑપનિંગ બેટ્સમેન શિખર ધવન ઈજાગ્રસ્ત થઈ ગયો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સુપર લીગ મેચમાં ઝારખંડની સામે રમતા તે પોતાના ડાબા પગ પર ઈજા કરાવી બેઠો. ધવનને સારવાર માટે હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ઇજાનાં કારણે તે એક અઠવાડિયા સુધી મેદાનથી દૂર રહેશે. આવામાં તે આ ટૂર્નામેન્ટની કેટલીક મેચોમાં દિલ્લી તરફથી રમતા નહીં જોવા મળે.
ટ્વિટમાં ધવને જે તસવીર પોસ્ટ કરી છે તેમાં તે હસતો જોવા મળી રહ્યો છે. આમાં એક તસવીરમાં તે પોતાની ઈજા બતાવી રહ્યો છે. તો અન્ય તસવીરમાં ડૉક્ટર્સ સાથે તે હસતો જોવા મળી રહ્યો છે. ત્યાં એક અન્ય ફોટોમાં ઘવન પોતાના અંદાજમાં થાઈ ફાઈવ કરતો નજરે આવી રહ્યોં છે.
શિખર ઘવને ટ્વીટ કરી આ બાબતે જણાવ્યું કે અમે પડીએ છીએ, અમે ટુટીએ છીએ પરંતુ ફરી.. અમે ઉઠીએ છીએ અને અમે જીતીએ છીએ અને તમારા હાથમાં માત્ર એ જ છે કે તેને સામનો કેવી રીતે કરીએ છીએ. જીવનમાં જે પણ હાલાત થાય છે તેમાં ખુશ રહેવુ અને સકારાત્મક રહેવાની જરૂરીયાત છે. 4-5 દિવસોમાં પાછો આવી જઈશ. આ મેચ દરમિયાન પણ શિખર ધવનનું ખરાબ ફૉર્મ ચાલુ રહ્યું. તે 22 બોલનો સામનો કર્યા પછી પણ માત્ર 24 રન બનાવી શક્યો. પોતાની મેચમાં તે સંઘર્ષ કરતા નજરે આવ્યો. જો કે તેની ટીમે આ મેચ મોટા અંતરે જીતી લીધી. દિલ્હીએ સુપર લીગમાં પહેલી મેચમાં ઝારખંડને 77 રનથી હરાવ્યું છે.We Fall, We Break, but then.... We Rise. We heal and we overcome, and the only thing you have control over is how you respond to any situation. Here's to being positive and happy in every situation that life throws at you. Will be back in action in 4-5 days ???? pic.twitter.com/0XDHRXMSeP
— Shikhar Dhawan (@SDhawan25) November 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement