BCCIની વધી મુશ્કેલી, IPL શરુ થાય તે પહેલા જ આ સ્ટેડિયમના 10 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત
જો કોરોના વાયરસ (Coronavirus)થી સ્થિતિ કાબૂ બહાર થશે તો ઈન્દોર અને હૈદરાબાદને IPL માટે ‘સ્ટેન્ડ બાય’ સ્થાન તરીકે રાખવામાં આવ્યા છે. આઈપીએલ લીગની 10 મેચની યજમાની મુંબઈ કરવાનું છું.
IPL 2021: દેશમાં વધી રહેલા કોરોના વાયરસના પ્રકોપે IPL 2021ના આયોજકોની મુશ્કેલી વધારી દીધી છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede stadium Mumabi)ના 10 કર્મચારીઓ અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા 6 સભ્યો આ ઘાતક વાયરસથી પોઝિટિવ (Corona positive) મળી આવ્યા છે. તેના બાદ પણ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ 10 થી 25 એપ્રિલ વચ્ચે આ શહેરમાં આઈપીએલ મેચનું આયોજન થવાની આશા છે.
જો કોરોના વાયરસ (Coronavirus)થી સ્થિતિ કાબૂ બહાર થશે તો ઈન્દોર અને હૈદરાબાદને IPL માટે ‘સ્ટેન્ડ બાય’ સ્થાન તરીકે રાખવામાં આવ્યા છે. આઈપીએલ લીગની 10 મેચની યજમાની મુંબઈ કરવાનું છું.
મહારાષ્ટ્ર (Maharashtra) માં શનિવારે 50 હજારની આસપાસ કેસ નોંધાયા હતા અને ત્યાં સંભવિત લોકડાઉન (Lockdown) ની સ્થિતિ નજર આવી રહી છે. તે સિવાય આયોજકો વાનખેડે સ્ટેડિયમના કર્મચારીઓના કોવિડ-19 પોઝિટિવ આવતા ચિંતામાં છે. એટલું જ નહીં ટૂર્નામેન્ટ મેનેજમેન્ટના 6 સભ્યો પણ પોઝિટિવ આવ્યા છે અને તેમને આઈસોલેશનમાં મોકલી દેવાયા છે.
મુંબઈ ક્રિકેટ સંઘ (MCA)ના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે, “જ્યાં સુધ મેદાનકર્મીઓની વાત છે ગઈકાલ સુધી આઠ પોઝિટિવ હતા. આજે વધુ બે કેસ નોંધાયા છે. તેની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. તમામને ઘરે મોકલી દેવાયા છે. ” તે સિવાય બીસીસીઆઈના ટૂર્નામેન્ટ મેનેજમેન્ટમાં છથી સાત કર્મચારીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
9 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને રૉયલ ચલેન્જર્સ બેંગ્લૉરની ટક્કર સાથે જ ટૂર્નામેન્ટની શરૂઆત થશે. આ ટૂર્નામેન્ટ આ વખતે ભારતમાં જ રમાશે, લગભગ બે વર્ષ બાદ આઇપીએલ ભારતમાં પરત ફરી છે. લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાનો પર મેચો રમશે, 56 લીગ મેચોમાંથી ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ અને બેંગ્લુંરમાં 10-10 મેચ રમાશે.
આ ટૂર્નામેન્ટનું આ વખતે અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ અને કોલકત્તામાં આયોજન કરવામાં આવશે. અમદાવાદમાં 8 મેચો રમાશે. આ વખતે આઇપીએલની ખાસિયત એ છે કે તમામ મેચો ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે. કોઇપણ ટીમ પોતાના ઘરેલુ મેદાન પર કોઇ મેચ નહીં રમે. દરેક ટીમ છથી ચાર મેદાનો પર પોતાની લીગ સ્ટેજ મેચ રમશે. દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ(Narendra Modi Stadium)માં આઇપીએલની પ્લેઓફ અને 30 મે 2021એ ફાઇનલ રમાશે. આ સ્ટેડિયમમાં પહેલીવાર આઇપીએલ મેચ રમાશે.