Cricket History: 11/11/11નો એ દિવસ જ્યારે 11:11 વાગ્યે જ દક્ષિણ આફ્રિકાને જીત માટે 111 રનની હતી
ક્રિકેટ એક સંખ્યાની જ ગેઇમ છે. તેથી તેમાં રસપ્રદ સંયોગ પણ રચતા રહે છે. તેમાંથી કેટલાક સંયોગ ખૂબ જ વિચિત્ર હોય છે. આવી જ એક ઘટના 11/11/11માં બની હતી. શું છે ઘટના જાણીએ
ક્રિકેટ એક સંખ્યાની જ ગેઇમ છે. તેથી તેમાં રસપ્રદ સંયોગ પણ રચતા રહે છે. તેમાંથી કેટલાક સંયોગ ખૂબ જ વિચિત્ર હોય છે. આવી જ એક ઘટના 11/11/11માં બની હતી. શું છે ઘટના જાણીએ
2011માં આજના દિવસે એટલે કે 11 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો મેચ રમાઇ રહ્યી હતો.તે પહેલો ટેસ્ટ મેચ હતો. આ મેચમાં જીત માટે આફ્રિકાને 111 રન જોઇતા હતા. આ સમયે ઘડિયાળમાં પણ 11:11 વાગ્યા હતા. આ સિરીઝી બે મેચની હતી. સિરીઝ એક-એકથી ડ્રો રહી હતી. પહેલો મેચ જેમાં આ વિચિત્ર સંયોગ થયો હતો. જેમાં સાઉથ આફ્રિકાની જીત થઇ હતી. તો બીજી મેચ જે 17-21 નવેમ્બરે રમાવાની હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ જીત હાંસિલ કરી હતી.
દર્શકો અને અમ્પાયર ઇયાન ગોલ્ડ તે મિનિટના સમયગાળા માટે એક પગ પર ઊભા રહ્યા હતા.આંકડાનો આવો સંયોગ રચાતા સ્કોરબોર્ડ પર 11:11 11/11/11 જોવા મળ્યું હતું. આ ખરેખર આંકડાનો અદભૂત સંયોગ છે. તે ખરેખ સ્પોર્ટ્સમાં દુર્લભ ક્ષણ હતી.ઉલ્લેખનિય છે કે, આજે પણ 11 નવેમ્બર છે અન વિશ્વ કપ 2023નો આજે 43વાં મુકાબલો ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની વચ્ચે રમાઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિગ કરાવનું પસંદ કર્યું.