T20: આજે પ્રથમ ટી20માં આફ્રિકા સામે રોહિત ઉતારશે આ 11 ખેલાડીઓને, હાર્દિક-ભુવીને આરામ, જુઓ પ્લેઇંગ ઇલેવન......
પ્રથમ T20માં હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ઋષભ પંત અને દિનેશ કાર્તિક બંને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે. પંત પાંચમા નંબર પર અને કાર્તિક છઠ્ઠા નંબર પર રમતા જોવા મળશે.
India vs South Africa 1st T20I, Team India Playing 11: ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની ટી20માં 2-1થી જીત બાદ આજથી ભારતીય ટીમ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમવા મેદાનમાં ઉતરી રહી છે. પરંતુ ખાસ વાત છે કે આ સીરીઝમાં સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જેમાં હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમાર સામેલ છે.
આજથી શરૂ થઇ રહેલી ટી20 સીરીઝની પ્રથમ મેચમાં રોહિત શર્મા પોતાની ટીમમાં નવા ચહેરાઓને સ્થાન આપશે. રિપોર્ટ પ્રમાણે આજે ઋષભ પંત અને દીપક ચાહરને ટીમમાં સામેલ કરી શકે છે.
કાર્તિક અને પંત બંનેને સ્થાન મળી શકે છે -
પ્રથમ T20માં હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ઋષભ પંત અને દિનેશ કાર્તિક બંને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે. પંત પાંચમા નંબર પર અને કાર્તિક છઠ્ઠા નંબર પર રમતા જોવા મળશે. આ પછી સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ સાતમા નંબર પર રમશે. અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું.
આવો હશે બોલિંગ વિભાગ -
ફાસ્ટ બોલિંગ વિભાગમાં સ્વિંગ માસ્ટર દીપક ચહર, મીડિયમ ફાસ્ટ બોલર હર્ષલ પટેલ અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ હશે. તે જ સમયે, સ્પિનની કમાન ફરી એકવાર યુઝવેન્દ્ર ચહલના હાથમાં રહેશે.
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20માં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, દીપક ચહર, હર્ષલ પટેલ, જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ.
ટીમ ઇન્ડિયામાં ફેરફાર -
ભારતીય ટીમમાં (Team India) મોટો ફેરફાર થયો છે, આ સીરીઝમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને (Hardik Pandya) આરામ આપવામા આવ્યો છે, દીપક હુડા (Deepak Hooda) પીઠની ઇજાના કારણે બહાર થઇ ગયો છે અને મોહમ્મદ શમી (Mohammed Shami) હજુ સુધી કૉવિડ-19માંથી રિકવર નથી થયો. આ ત્રણેય ખેલાડીએ સીરીઝમાંથી બહાર થઇ ગયા છે, અને તેની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં ત્રણ નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યુ છે. રિપોર્ટ પ્રમાણે શાહબાઝ અહેમદ (Shahbaz Ahmed), શ્રેયસ અય્યર (Shreyas Iyer) અને ઉમેશ યાદવ (Umesh Yadav)ની ટીમમાં એન્ટ્રી થઇ છે.
દક્ષિણ આફ્રિકા ટીમ - તેમ્બા બવુમા (કેપ્ટન), ક્વિન્ટૉન ડીકૉક, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, જેનમેન માલન, એડન માર્કરમ, ડેવિડ મિલર, લુન્ગી એનગીડી, એનરિક નૉર્ટ્ઝે, વેન પારનેલ, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટૉરિયસ, કગિસો રબાડા, તબરેજ શમ્સી.