ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રીકા મેચ રદ્દ થતા ઈંગ્લેન્ડને લોટરી લાગી ગઈ! આ ટીમને પણ થયો ફાયદો ? સમજો ગણિત
2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં મંગળવારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રીકા વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. વરસાદના કારણે મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો.

England Semi Final Chances 2025 Champions Trophy: 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં મંગળવારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રીકા વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. વરસાદના કારણે મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો નિરાશ થઈ હતી, પરંતુ આ વરસાદ ઈંગ્લેન્ડ માટે કોઈ લોટરીથી ઓછો નથી. પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ચૂકેલી ઈંગ્લેન્ડ હવે આ મેચ રદ્દ થવાને કારણે સેમીફાઈનલમાં જવાની દાવેદાર બની ગઈ છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ પહેલા જ ગ્રુપ-Aમાંથી સેમીફાઈનલમાં પ્રવેશી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી ગ્રુપ-બીમાંથી કોઈ ટીમ ટોપ-4માં જગ્યા બનાવી શકી નથી. અત્યાર સુધી, ગ્રુપ બીની દરેક ટીમને સેમિફાઇનલ માટે ટિકિટ મેળવવાની તક છે.
ઈંગ્લેન્ડની તકો વધી ગઈ
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકાની મેચ રદ્દ થયા બાદ હવે ઇંગ્લેન્ડે બુધવારે અફઘાનિસ્તાન સામેની મેચ જીતવી પડશે. ત્યાર બાદ તેનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થશે. જો ઈંગ્લેન્ડની ટીમ આ બંને મેચ જીતી જશે તો તે સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. આટલું જ નહીં આજે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ રદ્દ થવાને કારણે કોઈ ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકી નથી. હવે આ બંને ટીમોએ તેમની છેલ્લી લીગ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. ઓસ્ટ્રેલિયા હવે અફઘાનિસ્તાન સામે ટકરાશે. જ્યારે દક્ષિણ આફ્રિકાને ઈંગ્લેન્ડનો સામનો કરવો પડશે.
અફઘાનિસ્તાન પાસે પણ તક છે
સારા સમાચાર માત્ર ઈંગ્લેન્ડ માટે જ નથી. હવે અફઘાનિસ્તાન પાસે પણ સેમીફાઈનલમાં જવાની તક છે. જો કે, તેમનો માર્ગ ખૂબ મુશ્કેલ છે. સેમિફાઇનલની ટિકિટ મેળવવા માટે અફઘાનિસ્તાને પહેલા ઇંગ્લેન્ડને હરાવવું પડશે અને પછી ઓસ્ટ્રેલિયા સામે જીતવું પડશે. જો તે આગામી બે મેચ જીતી જશે તો તે ટોપ-4માં સ્થાન મેળવી લેશે.
રાવલપિંડીમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા મેચ રદ્દ
સતત વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગ્રુપ B ની મેચ રદ કરવામાં આવી છે. દિવસભર વરસાદ પડ્યો, જેના કારણે ગ્રાઉન્ડ સ્ટાફને ગ્રાઉન્ડ તૈયાર કરવાની તક મળી નહીં. કટ-ઓફ સમય સાંજે 7:32 વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો, જેના કારણે 20 ઓવરની મેચનું આયોજન અશક્ય બન્યું. બંને ટીમોને ૧-૧ પોઈન્ટ આપવામાં આવ્યા છે.