AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
Aus vs Sa Cricket Match: સતત વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગ્રુપ B ની મેચ રદ કરવામાં આવી છે. દિવસભર વરસાદ પડ્યો હતો

Aus vs Sa Cricket Match: ચેમ્પિયન્સ ટ્રૉફીના ગ્રુપ બી મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થયો હતો, પરંતુ મેચમાં વરસાદની વિઘ્ન આવવાથી મેચ રદ્દ કરવી પડી હતી. રાવલપિંડીના રાવલપિંડી સ્ટેડિયમ આ મેચ રદ્દ થવાની આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ બની છે. મેચ વરસાદને કારણે રદ્દ થવાથી બન્ને ટીમોને એક-એક પૉઈન્ટથી સંતોષ માનવો પડ્યો. બંને ટીમોએ પોતાની પહેલી મેચ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું, જ્યારે દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાનને હરાવીને મેદાનમાં ઉતરી રહ્યું છે.
રાવલપિંડીમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા મેચ રદ્દ
સતત વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગ્રુપ B ની મેચ રદ કરવામાં આવી છે. દિવસભર વરસાદ પડ્યો, જેના કારણે ગ્રાઉન્ડ સ્ટાફને ગ્રાઉન્ડ તૈયાર કરવાની તક મળી નહીં. કટ-ઓફ સમય સાંજે 7:32 વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો, જેના કારણે 20 ઓવરની મેચનું આયોજન અશક્ય બન્યું. બંને ટીમોને ૧-૧ પોઈન્ટ આપવામાં આવ્યા છે.
ટૉસ પણ ના થઇ શક્યો
ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. રાવલપિંડીમાં રમાયેલી આ મેચમાં વરસાદને કારણે ટોસ થઈ શક્યો ન હતો.
ટૂર્નામેન્ટનું પહેલું વૉશઆઉટ કાર્ડ
રાવલપિંડીમાં ઝરમર વરસાદ ચાલુ હતો, કટ-ઓફ સમય પછી હવે ફક્ત બે કલાક બાકી હતા, ગ્રાઉન્ડ હજુ પણ ભીનું હતુ. અને પરિસ્થિતિ સારી દેખાતી ન હતી. આ પછી વૉશઆઉટ કાર્ડ આવ્યું હતુ.
બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ -
ઓસ્ટ્રેલિયા ટીમ: -
મેથ્યૂ શૉર્ટ, ટ્રેવિસ હેડ, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, એડમ ઝામ્પા, સ્પેન્સર જોહ્ન્સન, જેક ફ્રેઝર-મેકગર્ક, એરોન હાર્ડી, સીન એબોટ, તનવીર સંઘા.
દક્ષિણ આફ્રિકા ટીમ: -
રાયન રિકેલ્ટન (વિકેટકીપર), ટોની ડી જોર્ઝી, ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરામ, ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, માર્કો જાનસેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી ન્ગીડી, હેનરિક ક્લાસેન, તબરેઝ શમસી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કોર્બિન બોશ.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
