Rohit Sharma: વર્લ્ડકપ વચ્ચે રોહિત શર્માના ફાટ્યા 3 ચલણ, હાઇવે પર દોડાવી 200 કિમીની સ્પીડે લક્ઝરી કાર
ટીમ ઈન્ડિયાએ 14 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે મેચ રમી હતી, ત્યારબાદ રોહિત શર્મા બે દિવસ માટે મુંબઈ આવ્યો હતો.
Traffic Challans Rohit Sharma: ODI વર્લ્ડ કપ 2023 વચ્ચે ભારતીય કેપ્ટન રોહિત શર્માને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાઇવે પર 200 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે તેની લક્ઝરી કાર ચલાવવી હિટમેનને મોંઘી પડી હતી, જેના કારણે તેને ત્રણ ચલણ ફાડવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 14 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે મેચ રમી હતી, ત્યારબાદ રોહિત શર્મા બે દિવસ માટે મુંબઈ આવ્યો હતો. પરંતુ હવે તે બાંગ્લાદેશ સામેની મેચ માટે પુણેમાં ટીમ સાથે જોડાયો છે. મુંબઈથી પુણે જતી વખતે રોહિત શર્માએ 200 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે કાર ચલાવી હતી.
100 કિમી પ્રતિ કલાકના બદલે 200 કિમીની ઝડપે દોડાવી કાર
એક ચેનલના અહેવાલ મુજબ, રોહિત શર્માએ મુંબઈ-પુણે એક્સપ્રેસવે દ્વારા તેની લક્ઝરી કાર લેમ્બોર્ગિની ઉરુસમાં મુંબઈથી પૂણેની મુસાફરી કરી હતી. હાઈવે પર સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાક હતી, પરંતુ ભારતીય કેપ્ટને 200 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે કાર ચલાવી હતી. આ માહિતી ટ્રાફિક અધિકારીઓ દ્વારા અહેવાલમાં આપવામાં આવી હતી. વધુમાં જણાવાયું હતું કે રોહિત શર્માએ ટ્રાફિકના નિયમો તોડ્યા છે.
રોહિત શર્માએ ટીમ સાથે બસમાં કરવી જોઈતી હતી મુસાફરી
ઝડપ અને નિયમો તોડવાને કારણે રોહિત શર્માની કારની નંબર પ્લેટ પર ત્રણ ઓનલાઈન ટ્રાફિક ચલણ જારી કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે અમુક સમયે રોહિત શર્માની કારની સ્પીડ 215 કિમી પ્રતિ કલાક પણ હતી. ટ્રાફિક વિભાગના એક સૂત્રએ કહ્યું, “રોહિત શર્મા માટે વર્લ્ડ કપ દરમિયાન હાઇવે પર ડ્રાઇવિંગ કરવું યોગ્ય નથી. તેણે ટીમ સાથે બસમાં મુસાફરી કરવી જોઈએ અને તેની સાથે પોલીસ વાહન હોવું જોઈએ.
ભારતની આગામી મેચ 19 ઓક્ટોબરે
ટીમ ઈન્ડિયા વિશ્વ કપની આગામી (ચોથી) મેચ બાંગ્લાદેશ સામે ગુરુવાર, 19 ઓક્ટોબરે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે પ્રથમ ત્રણ મેચ જીતી છે.
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન છે. ભારતીય કેપ્ટને હાલમાં જ ક્રિસને પાછળ છોડીને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે વનડેમાં 300 સિક્સરનો આંકડો પણ પાર કરી લીધો છે. હવે રોહિત શર્માએ રહસ્ય ખોલ્યું કે તે આટલી લાંબી સિક્સ કેવી રીતે ફટકારે છે. વાસ્તવમાં પાકિસ્તાન વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં રોહિત શર્માની શાનદાર સિક્સર જોયા બાદ ફિલ્ડ અમ્પાયરે તેના બેટ પર સવાલ ઉઠાવ્યા છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં રોહિત શર્મા તેના મૉન્સ્ટર સિક્સ વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોની પહેલી ક્લિપમાં રોહિત શર્મા ફિલ્ડ એમ્પાયરને પોતાનો બાઈસેપ બતાવતો જોવા મળે છે. ત્યારે રોહિતના આ સેલિબ્રેશનને લઈને ટીમના વાઈસ-કેપ્ટન હાર્દિક પંડ્યા પૂછે છે કે, "તે સેલિબ્રેશન શું હતું?"