અનસૉલ્ડ રહેલા વિસ્ફોટક બેટ્સમેનની આઇપીએલમાં વાપસી, કોન છે આ ખેલાડીને કઇ ટીમ સાથે જોડાયો, જાણો
કેકેઆરે ઇંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના ઘાતક બેટ્સમેન એરોન ફિન્ચને પોતાની ટીમમાં જોડી દીધો છે.
IPL 2022: આઇપીએલની શરૂઆત આ મહિનાથી થઇ રહી છે, તમામ ટીમો પોતાના ખેલાડીઓ અને સ્ટાફને લઇને તૈયારી કરી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે એક ખાસ સમાચાર સામે આવ્યા છે, અને તે છે વિસ્ફોટક બેટ્સમેનની જેને હરાજીમાં અનસૉલ્ડ રહ્યાં બાદ આઇપીએલમાં ફરીથી વાપસી કરી છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર)એ આઇપીએલ 2022 માટે એરોન ફિન્ચને ટીમમાં સામેલ કર્યો છે.
કેકેઆરે ઇંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના ઘાતક બેટ્સમેન એરોન ફિન્ચને પોતાની ટીમમાં જોડી દીધો છે. આ વાતની જાણકારી ખુદ કેકેઆરે ટ્વીટ કરીને આપી છે. ખાસ વાત છે કે એલેક્સ હેલ્સે બાયૉ બબલના થાકનો હવાલો આપીને આઇપીએલમાં રમવાની ના પાડી દીધી હતી. આ પછી ટીમે રિપ્લેસમેન્ટ તરીકે એરોન ફિન્ચને ટીમ સાથે જોડી દીધો છે. ફિન્ચના આવવાથી ટીમની બેટિંગ મજબૂત થઇ જશે, તે આઇપીએલની કેટલીય સિઝનમાં પોતાની શાનદાર રમત બતાવી ચૂક્યો છે.
🚨 Aaron Finch joins KKR as a replacement for Alex Hales.
— KolkataKnightRiders (@KKRiders) March 11, 2022
Welcome to the #GalaxyOfKnights, @AaronFinch5! 💜#KKR #KKRHaiTaiyaar #IPL2022 pic.twitter.com/3HnSyKogV2
એરોન ફિન્ચની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે યૂએઇમાં રમાયેલો આઇસીસી ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. ફિન્ચે અત્યાર સુધી 88 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, જેમાં તેને 2 સદી અને 15 ફિફ્ટીની મદદથી 2686 રન બનાવ્યા છે. ફિન્ચે 87 આઇપીએલ મેચ રમી છે અને 2000 થી વધુ રન બનાવ્યા છે. તે 1.5 કરોડ રૂપિયાની કિંમતમાં કેકેઆરમાં સામેલ થશે.
આ પણ વાંચો.......
Tax On Home Loan: એક એપ્રિલથી ઘર ખરીદનારને આંચકો લાગશે, હોમ લોન પર મળતી આ ટેક્સ છૂટનો લાભ નહીં મળે
નેવિગેશન માટે નહીં હોય ઇન્ટરનેટ તો પણ ચાલશે Google Maps, જાણો તેના માટે શું છે ટ્રિક્સ........
Paytm : પેટીએમ પેમેન્ટ બેન્ક પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો
CBSE 10th Result 2022: CBSE નું ધો.10નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારોઃ લિટરે કેટલા રૂપિયાનો થયો વધારો?