શોધખોળ કરો

વર્લ્ડકપ પહેલા પાક ખેલાડીઓનું ભારત સામે શાબ્દિક યુદ્ધ શરૂ કર્યુ, બોલ્યા- અમે 300 રન ચેઝ કરીશું અને પછી....

ભારત અને પાકિસ્તાન 14 ઓક્ટોબરે આમને સામને ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત-પાકિસ્તાન મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે,

Abdullah Shafique On World Cup 2023: આગામી સમયમાં ક્રિકેટનો મહાકુંભ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2023 રમાવવાનો છે, આ વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ભારત અને પાકિસ્તાન 14 ઓક્ટોબરે આમને સામને ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત-પાકિસ્તાન મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે, પરંતુ આ બધાની વચ્ચે હવે શાબ્દિક યુદ્ધ શરૂ થઇ ગયું છે, આ દરમિયાન પાકિસ્તાનના ક્રિકેટર અબ્દુલ્લાહ શફિકે બાબર આઝમની કેપ્ટનશિપ સિવાય ભારત-પાકિસ્તાનની મેચ અને વર્લ્ડકપમાં પોતાની ટીમની અપેક્ષાઓ પર નિવેદન આપ્યું છે.

વર્લ્ડકપમાં ભારત વિરુ્દ્ધ મેચ પર અબ્દુલ્લાહ શફિકે કરી આવી વાત - 
અબ્દુલ્લાહ શફિકે કહ્યું કે અમે વર્લ્ડકપમાં ભારત વિરુદ્ધ રમવા ઉત્સાહિત છીએ. પરંતુ તે અમારા માટે બીજી મેચ જેવું જ હશે. તેને કહ્યું કે અમારા કેપ્ટન બાબર આઝમ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક છે. ખરેખરમાં, ભૂતકાળમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે અબ્દુલ્લાહ શફિકની મજાક ઉડાવી હતી. હવે અબ્દુલ્લાહ શફિકે કહ્યું કે જો બાબર આઝમ જેવા ખેલાડી તમારા વખાણ કરે તો તે એક સુખદ અનુભવ છે.

અબ્દુલ્લાહ શફિકે પાકિસ્તાનની બૉલિંગ અને બેટિંગ પર શું કહ્યું - 
પાકિસ્તાનના ઉભરતા ખેલાડી અબ્દુલ્લાહ શફિકે કહ્યું કે અમારું ફાસ્ટ બૉલિંગ આક્રમણ વિશ્વનું સર્વશ્રેષ્ઠ આક્રમણ છે. આ સિવાય અબ્દુલ્લા શફીકે પાકિસ્તાનની બેટિંગ પર પોતાની વાત રાખી કહી, અબ્દુલ્લાહ શફિકના મતે જો વિપક્ષી ભારતીય ટીમ 300 રન બનાવી લે છે તો અમે આ લક્ષ્યનો પીછો કરવા સક્ષમ છીએ.

સહેવાગની ભવિષ્યવાણી, ભારત નહીં આ બે ટીમોને ગણાવી મજબૂત

વર્લ્ડકપ 2023 આગામી 5 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે. આ વખતે આ મોટી ટૂર્નામેન્ટ ભારતમાં રમાવવાની છે, તેથી તમામની નજર રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ પર રહેશે. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સાથે છે. આ ટૂર્નામેન્ટને લઈને પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે મહત્વની પ્રતિક્રિયા આપી છે, અને સાથે ભવિષ્યવાણી પણ કરી છે કે, આ વર્લ્ડકપમાં કઇ કઇ ટીમો હાવી રહેશે અને સેમિ ફાઇનલ સુધી પહોંચશે. સેહવાગે સેમીફાઈનલ વિશે ભવિષ્યવાણી કરી છે. તેને સેમિફાઇનલમાં પહોંચી શકે તેવી ચાર ટીમોના નામ આપ્યા છે. વર્લ્ડકપને લઈને સેહવાગે કહ્યું કે, તેમના માનવા પ્રમાણે, આ વર્લ્ડકપમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો સેમીફાઈનલમાં પહોંચી શકે છે. crickettimes.comના એક અહેવાલ મુજબ સેહવાગે કહ્યું, "જો હું સેમીફાઈનલની ચાર ટીમોના નામ લઉં તો તે ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા હશે." સહેવાગે આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો ચોક્કસપણે સેમિફાઈનલમાં સ્થાન આપ્યુ છે, સહેવાગનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમ મજબૂત છે અને આ બંને ટીમોની રમવાની રીત અસરકારક છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો વધુ સારી રીતે રમી રહી છે.

આ વખતે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચમાં ઈંગ્લેન્ડને જોરદાર ટક્કર મળી શકે છે. અમદાવાદમાં રમાનારી આ મેચમાં ન્યૂઝીલેન્ડ માટે પણ જીત આસાન નહીં હોય. જ્યારે ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચ ભારત સાથે છે. ભારત માટે પણ આ પ્રથમ મેચ ટક્કરવાળી હશે. આ બંને ટીમો 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમશે. ટીમ ઈન્ડિયા માટે ઓસ્ટ્રેલિયાને હરાવવું આસાન નહીં હોય. તેને સખત પડકાર મળશે. પાકિસ્તાનની પ્રથમ મેચ નેધરલેન્ડ વિરુદ્ધ છે. આ મેચ 6 ઓક્ટોબરે રમાશે. વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી સેમીફાઈનલ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ પછી ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

2023 ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ

ઑક્ટોબર 8 - ઑસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં

11 ઓક્ટોબર – દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે

14 ઓક્ટોબર – અમદાવાદમાં પાકિસ્તાન સામે

19 ઓક્ટોબર - પુણેમાં બાંગ્લાદેશ સામે

22 ઓક્ટોબર – ધર્મશાલા ખાતે ન્યુઝીલેન્ડ સામે

29 ઑક્ટોબર - લખનૌમાં ઇંગ્લેન્ડ સામે

2 નવેમ્બર – મુંબઈમાં શ્રીલંકા સામે

5 નવેમ્બર - કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે

12 નવેમ્બર - બેંગલુરુમાં નેધરલેન્ડ સામે.

25મી ઓગસ્ટથી ટિકિટ બુકિંગ શરૂ થશે. ક્રિકેટ ચાહકો 25મી ઓગસ્ટથી ભારત સિવાયની તમામ ટીમોની મેચની ટિકિટ બુક કરાવી શકશે. તે જ સમયે, ભારતની મેચોની ટિકિટ બુકિંગ 30 ઓગસ્ટથી શરૂ થશે. ગુવાહાટી અને ત્રિવેન્દ્રમમાં રમાનારી ટીમ ઈન્ડિયાની મેચ માટે આ દિવસથી ટિકિટ બુક કરી શકાશે. 31 ઓગસ્ટથી, ચાહકો ભારતમાં ચેન્નાઈ, દિલ્હી અને પૂણેમાં યોજાનારી મેચોની ટિકિટ બુક કરી શકશે. આ પછી, 1 સપ્ટેમ્બરથી, તમે ધર્મશાલા, લખનૌ અને મુંબઈમાં મેચ માટે ટિકિટ બુક કરી શકશો. 2 સપ્ટેમ્બરથી બેંગ્લોર અને કોલકાતામાં યોજાનારી મેચોનું બુકિંગ શક્ય બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય, તૂટી પડશે ભારે વરસાદ
Ahmedabad news : મેઘરાજાએ વિરામ લેતા અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા પર આંશિક કાબુ.
Vadodara News : અમૃત ભારત યોજના અંતર્ગત વિકિસત થતા રેલવે સ્ટેશનો પર અસુવિધાની ભરમાર હોવાનો આરોપ
Devayat Khavad news: લોકકલાકાર દેવાયત ખવડ પર લાગેલા આરોપને લઇ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસો
MLA AMIT Shah: અમદાવાદમાં MLA અમિત શાહના લેટર બોમ્બ બાદ કાર્યવાહી શરૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
પહેલી નોકરીવાળા માટે કઈ કાર રહેશે બેસ્ટ?  Tata Tiago કે Maruti Celerio
પહેલી નોકરીવાળા માટે કઈ કાર રહેશે બેસ્ટ? Tata Tiago કે Maruti Celerio
Embed widget