વિચિત્ર છે આ બોલરની એક્શન, પાંચ વખત હાથ ફેરવીને કરે છે બોલિંગ, હરભજન સિંહે શેર કર્યો વીડિયો
ઓફ સ્પિનર હરભજન સિંહને આઈપીએલ 2021ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
સોશિયલ મીડિયા પર એક બોલરનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ બોલર એક હદ સુધી ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહની એક્શનની કોપી કરી રહ્યો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ બોલર પાંચ વખત પોતાનો હાથ ફેરવીને બોલિંગ કરે છે, જેને જોઈને બેટ્સમેન પણ હેરાન રહી જાય છે.
હરભજન સિંહે આ વીડિયોને શેર કરતાં લખ્યું છે કે, ખબર નહીં બોલ ફરશે કે નહીં પણ માથુ ચોક્કસ ફરી જશે. તેમણે વીડિયો પોસ્ટ કરતાં લખ્યું, “આ મારું બેસ્ટ વર્ઝન છે. આભાર ગગન ગૂજરાત આ વીડિયો મોકલવા માટે. બોલની તો ખબર નહીં પણ માથુ ચોક્કસ ફરી ગયું.”
જ્યારે ભારીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે તેને હરભજન સિંહનું હાઈબ્રિડ વર્ઝન ગણાવ્યું છે. તેણે ભજ્જીની પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું, “હાઈબ્રિડ વર્ઝન”
View this post on Instagram
IPL 2021માં KKR માટે રમતા જોવા મળશે ભજ્જી
નોંધનીય છે કે, ઓફ સ્પિનર હરભજન સિંહને આઈપીએલ 2021ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. કેકેઆરે ભજ્જીને તેની બેસ પ્રાઈઝ બે કરોડ રૂપિયામાં જ ખરીદ્યો છે. હરભજને કોરોના મહામારીની વચ્ચે રમાયેલ આઈપીએલ 2020માં ભાગ લીધો ન હતો. જ્યારે આઈપીએલ 2019માં તે સીએસકે માટે રમ્યો હતો.
2016માં રમી હતી છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ
જણાવીએ કે, હરભજન સિંહે ભારત માટે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2016માં રમી હતી. 1998માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર હરભજન સિંહના નામે 103 ટેસ્ટમાં 417 વિકેટ, 236 વનડેમાં 269 વિકેટ અને 28 ટી20 મેચમાં 25 વિકેટ સામેલ છે. ઉપરાંત આઈપીએલની 160 મેચમાં તેણે 150 વિકેટિ લીધી છે.