શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેનમાં કેટલા વર્ષે હાર્યું એ જાણીને આંચકો લાગશે, જાણો છેલ્લે કોની સામે થઈ હતી હાર ?
ઓસ્ટ્રેલિયમાં ભારતે બીજી વખત ટેસ્ટ સીરિઝ જીતી છે. આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાને 2018-19માં 2-1થી હરાવ્યું હતું. આજે ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેનમાં કેટલા વર્ષે હાર્યું, જાણીએ.
India vs Australia:બ્રિસ્બેનમાં ગોબામાં રમાયેલ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી હરાવી દીધું. આ સાથે ભારતીય ટીમે ચાર મેચની આ સીરિઝ 2-1થી પોતાને નામ કરી લીધી છે.
ભારતે બ્રિસ્બેન ખાતે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે. આ જીત સાથએ ભારતે પહેલીવાર સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે
. 2016-17માં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. જ્યારે 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે જ 2-1થી માત આપી હતી નોંધનિય છે કે . ભારત અગાઉ ક્યારેય બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત 3 સીરિઝ જીત્યું નથી.
ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચની વાત કરીએ. ઓસ્ટ્રેલિયા 32 વર્ષ ગાબામાં ટેસ્ટ મેચ હાર્યું છે. આ પહેલાં તેઓ 1988માં વેસ્ટ ઇન્ડિઝ સામે હાર્યા હતા. તે પછી 24 ટેસ્ટથી જીત્યા હતા. તેમજ આ બ્રિસ્બેનમાં સૌથી સફળ રનચેઝ છે. આ પહેલાં સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ અહીં ઓસ્ટ્રેલિયાના નામે હતો, તેમણે 1951માં વિન્ડીઝ વિરુદ્ધ 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion