(Source: ECI/ABP News/ABP Majha)
KKR વિરૂદ્ધ રોમાંચક જીત બાદ ધોનીએ કહ્યું- કંઈ ન કરીને પણ મેચ જીતવામાં મજા આવે છે
મેન ઓફ ધ મેચ રવિન્દ્ર જાડેજા, જેમણે આઠ બોલમાં 22 રન બનાવ્યા, તેમણે કહ્યું કે કેટલાક અઠવાડિયા સુધી ટેસ્ટ ક્રિકેટ રમ્યા બાદ ટી-20માં પ્રદર્શન કરવું સહેલું નથી.
MS Dhoni Reaction After Thrilling Win Against KKR: ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જણાવ્યું હતું કે તેમની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બહુ સારી રીતે રમતી નહોતી, પરંતુ તેવા સમયે પણ જીતવું એ સુખદ હતું. તમને જણાવી દઈએ કે IPL 2021 ના બીજા ભાગમાં ચેન્નઈની આ સતત ત્રીજી જીત છે. આ સાથે, તે પ્લે-ઓફમાં ક્વોલિફાય કરવાની ખૂબ નજીક આવી ગઈ છે.
કંઇ ન કરીને જીતવામાં મજા આવે છે
ધોનીએ મેચ બાદ કહ્યું, "તે એક મહાન જીત હતી. કેટલીકવાર તમે સારું ક્રિકેટ રમો છો અને તમે હારી જાવ છો. પરંતુ મજા ત્યારે આવે છે જ્યારે તમે સારું રમતા નથી પરંતુ તેમ છતાં જીતી જાવ છો. બંને ટીમોએ સારું ક્રિકેટ રમ્યું દર્શકોએ તેનો આનંદ માણ્યો. "
કેકેઆર પ્રશંસાને પાત્ર છે - ધોની
ચેન્નઈના કેપ્ટને આગળ કહ્યું, "અમે ટુકડાઓમાં સારી બોલિંગ કરી હતી. ઝડપી બોલરો માટે તે સરળ નહોતું. અમે તેમને ટૂંકો સ્પેલ આપવાનો પ્રયાસ કર્યો હતો. 170નો સ્કોર સરળતાથી મેળવી શકાયો હતો. જે રીતે અમે શરૂઆત કરી હતી, તેમ છતાં જો કે.કે.આર. વિજયની નજીક આવે છે, તે પ્રશંસાને પાત્ર છે."
અંતે, મેન ઓફ ધ મેચ રવિન્દ્ર જાડેજા, જેમણે આઠ બોલમાં 22 રન બનાવ્યા, તેમણે કહ્યું કે કેટલાક અઠવાડિયા સુધી ટેસ્ટ ક્રિકેટ રમ્યા બાદ ટી-20માં પ્રદર્શન કરવું સહેલું નથી. તેણે કહ્યું, "તે મુશ્કેલ છે. તમે પાંચ દિવસીય ક્રિકેટ રમી રહ્યા છો પછી તમે મર્યાદિત ઓવરોમાં રમો છો. હું મારી બેટિંગ પર કામ કરતો હતો. 19મી ઓવરમાં બનાવેલા રન રમતને ફેરવી નાખે છે. પરંતુ રૂતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે અમને સારૂ શરૂઆત અપાવી. "
ચેન્નાઈ આ રીતે જીત્યું
કોલકાતાએ પ્રથમ રમતા 20 ઓવરમાં છ વિકેટે 171 રન બનાવ્યા હતા. તેના જવાબમાં શાનદાર શરૂઆત કરનારી ચેન્નાઇએ એક સમયે 17.3 ઓવરમાં 142 રનમાં પોતાની છ વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે ચેન્નાઈને છેલ્લા 10 બોલમાં જીતવા માટે 24 રનની જરૂર હતી ત્યારે એવું લાગતું હતું કે મેચ તેમના હાથમાંથી નીકળી ગઈ છે. પરંતુ ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ પ્રસિદ્ધ કૃષ્ણાના ચાર બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને ચેન્નાઈને લગભગ હારેલી મેચમાં વિજય અપાવ્યો.