શોધખોળ કરો
Advertisement
IPL 2021માં અમદાવાદની ટીમનુ રમવાનુ નક્કી, કોણ કોણ ટીમો ખરીદવા માટે મેદાનમાં આવ્યુ, જાણો વિગતે
આઇપીએલની 9મી ટીમ માટે અમદાવાદનુ નામ પહેલાથી જ નક્કી છે. સંભાવના છે કે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમમને આઇપીએલનુ નવમુ વેન્યૂ બનશે. આ ઉપરાંત દસમી ટીમ માટે કાનપુર અને લખનઉના નામની ચર્ચા છે
નવી દિલ્હીઃ આઇપીએલના ગુજરાતી ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે આઇપીએલ 2021માં અમદાવાદની ટીમ રમશે. કોરોના મહામારી અને આર્થિક કારણોને લઇને બીસીસીઆઇ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં નવી ટીમો સામેલ કરવા માગે છે. આગામી 24 ડિસેમ્બરે બીસીસીઆઇ એન્યૂઅલ મીટિંગ કરશે જેમાં આ મામલે ચર્ચામાં કરવામાં આવશે. આઇપીએલ 2021માં દસ ટીમો એકબીજા સામે ટકરાતી જોવા મળી શકશે.
આઇપીએલની 9મી ટીમ માટે અમદાવાદનુ નામ પહેલાથી જ નક્કી છે. સંભાવના છે કે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમમને આઇપીએલનુ નવમુ વેન્યૂ બનશે. આ ઉપરાંત દસમી ટીમ માટે કાનપુર અને લખનઉના નામની ચર્ચા છે. સુત્રો અનુસાર અડાણી ગ્રૃપે આઇપીએલની નવી ટીમોની હરાજીમાં રસ દાખવ્યો છે. આ ઉપરાંત હીરો ગૃપ અને ગોયન્કા ગૃપ પણ આઇપીએલે ટીમ ખરીદવા માંગે છે.
બીસીસીઆઇની બેઠકમાં આના પર ચર્ચા કરવામાં આવશે, જેમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં બીસીસીઆઇની પ્રતિનિધિઓ કોણ હશે તે પણ ચર્ચાશે. આ ઉપરાંત ક્રિકેટને લગતા કેટલાક બીજા મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement