ન્યૂઝિલેન્ડના એઝાઝે ટીમ ઇન્ડિયાની ઝડપી તમામ 10 વિકેટ, આ ભારતીય બોલરના રેકોર્ડની કરી બરોબરી
મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 325 રનમાં ઓલઆઉટ થઈ છે.
મુંબઇઃ મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 325 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી મયંક અગ્રવાલે 150 રન બનાવ્યા હતા. એઝાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. એઝાઝ પટેલે ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેના રેકોર્ડની બરોબરી કરી હતી. અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે 1999માં ઇનિંગની તમામ 10 વિકેટ ઝડપી હતી.
એઝાઝ પટેલે આ સાથે ટેસ્ટમાં ભારત સામે બેસ્ટ બોલિંગનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 119 રનમાં 10 વિકેટ લીધી હતી. જ્યારે 1971માં પોર્ટ ઓફ સ્પેનમાં જેક નોર્જિયાએ 95 રનમાં 9 વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેણે ભારત સામે ભારતમાં રમતી વખતે પણ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ પહેલા 2017માં નાથન લાયને 50 રનમાં 8 અને 2008માં જેસન ક્રેઝાએ 215 રનમાં 8 વિકેટ ઝડપી હતી.
એઝાઝ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. આ અગાઉ ભારતના અનિલ કુંબલે અને ઇગ્લેન્ડના જિમ લેકરે આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
કુંબલેએ 1999માં પાકિસ્તાન વિરુદ્ધ દિલ્હીમાં આ કમાલ કર્યો હતો. ઇગ્લેન્ડ જિમ લેકરે એક જ ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપી હતી. વર્ષ 1956માં લેકરે ઓસ્ટ્રેલિયા સામે એક જ ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપી હતી. 141 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં અત્યાર સુધી ફક્ત ત્રણ જ બોલર આ કારનામું કરી શક્યા છે. એઝાઝ પટેલ ત્રીજો બોલર બન્યો છે.
Rahul Gandhi એ કહ્યુ- ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપે મોદી સરકાર
Omicron Variant: શું ઓમિક્રોન વેરિઅન્ટથી આવશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયનો જવાબ
Surat : વિદ્યાર્થી સહિત પરિવારના 3 સભ્યોને લાગ્યો કોરોનાનો ચેપ, આખી સોસાસટી મૂકાઈ કન્ટેન્ટમેન્ટમાં